સિહોર કોંગ્રેસ જયદીપસિંહે શહેરની ત્રણ બેંકોને કપરા કાળમાં આગળ આવવા પત્ર લખ્યો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરને સ્વેચ્છાએ સ્વયંભુ બંધ કરવા વેપારીઓ આગળ આવ્યા છે ત્યારે હવે જાગૃત નાગરિકો અને જાહેર સામાજિક સંસ્થાઓ પણ આગળ આવે અને સિહોરની ત્રણ સહકારી બેન્કો ને પત્ર લખી આગળ આવવા જયદીપસિંહે અપીલ કરી છે સિહોરમા કોરોના ઝડપથી ફેલાવાની શકયતા છે અને લોકલ ટ્રાન્સમીશન નો મોટો ખતરો ઊભો થઇ શકે છે ત્યારે સિહોર ની સલામતી માટે સિહોર ના તમામ જાગૃત નાગરિકો,જાહેર સંસ્થાઓ,રાજકીય પક્ષો તમામે પોતાની ભુમિકા નિભાવવી પડે તેમ છે.

સિહોર ના લોકોની આરોગ્ય સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ,જાગૃત નાગરીકો સહિત ના તમામ લોકો ચિંતિત હોય તે સ્વાભાવિક છે અને સાથે જયારે ગુજરાત સરકાર દવારા પરીપત્ર જાહેર કરવામાં આવેલ છે જેમા બેન્ક ને પોતાનુ સોશિયલ રીઝવઁ ફંડ કોરોના વાઇરસ અંતર્ગત વાપરી શકાય છે જે સિહોર ની બેન્કો નો આ લાભ સિહોર ને મળે એ પણ જરૂરી છે આ બેન્કો નુ સોશિયલ રીઝવઁ ફંડ માથી નિચે મુજબ ઉપયોગ કરી શકાય જેમા (૧) સિહોર ના નવે નવ વોર્ડ ને સંપૂર્ણ સેનેટાઇરઝર કરવામાં આવે (૨) એક હજાર ઘર દીઠ એક વોર્ડ હોય અને સિહોર મા નવ વોર્ડ હોવાથી નવ હજાર ઉકાળા ના પેકેટ બનાવી ઘરે ઘરે વિતરણ કરી સંપૂર્ણ સિહોર આવરી લેવામાં આવે (૩) સિહોર ના નવહજાર પરિવારો ને હોમીયોપેથીક રોગપ્રતિકારક શક્તિ ની દવા ની કીટ બનાવી વિતરણ કરવામાં આવે.

જેવી સુચનો સાથે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ એ સિહોર નાગરીક સહકારી બેન્ક, સિમકો બેન્ક, પીપલ્સ બેન્ક ને પત્ર લખી આ સોશિયલ રિઝર્વ ફંડ વાપરવા અને સિહોર ની આરોગ્ય સુરક્ષા મા આગળ આવવા અપિલ કરાઇ છે સાથે કયાય પણ સ્વયસેવકો ની જરૂર પડે તો કોંગ્રેસ પક્ષ ના કાર્યકરો ખડે પગે ઉભા રાખવાની બાહેધરી પણ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here