હજુ સુધી તંત્ર તરફથી સ્પષ્ટતા નહીં, જોકે મેળાઓનું આયોજન થાય તો પણ રંગત ફિક્કી જોવા મળશે, તંત્ર સ્પષ્ટતા કરે તે જરૂરી છે
દેવરાજ બુધેલીયા
શ્રાવણ માસમાં યોજાતા લોક મેળાઓના કારણે અનોખી રંગત જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનું ગ્રહણ નડી ગયુ છે. કોરોનાના પ્રતાપે સિહોરમાં શ્રાવણ મહિનામાં યોજાતા ધાર્મિક સામાજીક મેળાવડા યોજાશે કે નહીં તેના માટે હજુ અસમંજસ છે શ્રાવણ માસમાં દર સોમવારે શિવાલયોની આસપાસ નાના મોટા ધાર્મિક મેળા યોજાતા હોય છે સિહોરમાં ગૌતેમેશ્વર મંદિર પ્રગતેશ્વર મંદિર ખાતે યોજાઈ છે તેમજ સાતમ આઠમ મેળો ગૌતેમેશ્વર તળાવ ખાતે યોજાઈ છે તેમજ ભાદરવાનો મોટો મેળો પ્રસિદ્ધ બ્રહ્મકુંડ ખાતે આયોજન થતું હોય છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાય લોક મેળા યોજાતા હોય છે.
છેક ભાદરવા માસ સુધી મેળાઓની રમઝટ જામતી હોય છે. પરંતુ, કાળમુખા કોરોનાના કારણે શ્રાવણ મહિનાની રંગત છીનવાઈ ગઈ છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો હોવા છતા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાના ભાગરૃપે લોકો શિવાલયમાં જઈને દૂધ ચડાવી શકતા નથી ત્યારે વર્તમાન સમયમાં કોરોનાના કારણે તંત્ર દ્વારા સામાજીક અને ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ હોવાથી સિહોરમાં પણ મેળાઓનું આયોજન ન થાય તે બાબત સારી છે જોકે બાબતે હજુ સુધી તંત્રએ સ્પષ્ટતા કરી નથી અને જેથી મેળાઓમાં વેપાર કરતા વેપારીઓ પણ અવઢવમાં છે