આ ગામમાં હવે વેપાર ધંધા રહ્યા નથી, લોકો બજારમાં ખરીદી માટે આવતા નથી, ઘરાકી છે નહીં, બે ટંકનો રોટલો રળવો કપરો બન્યો છે ઉપરથી તંત્રની કનડગત વેપારીઓ પરેશાન પરેશાન

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની વડલા ચોકથી મેઈન બજારમાં અને મોટાચોક સુધીમાં તંત્રની કનડગત વેપારીઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે એક તરફ કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે દિવસથી ધંધા રોજગાર 3 વાગે બંધ કરી દેવાના નિર્ણય સામે વેપારીઓ સંપૂર્ણ તંત્રને સહયોગ આપવા માટે સમર્થ થયા છે આજે સિહોરનું તંત્ર બજારમાં નીકળી વેપારીઓને હેરાનગતિ કરીને જાણે મોટું મીર મારતા હોઈ તેમ સામાન્ય ધંધા રોજગાર કરી ગુજરાન ચલાવતા વેપારીઓ સામે રોફ જમાવી રહ્યું છે ત્યારે તંત્ર સામે ચોમેર રોષ વ્યાપ્યો છે એક બાજુ કોરોનાનો કપરો કાળ છે ધંધા રોજગાર છે નહીં વેપાર થતો નથી ગ્રાહકો આવતા નથી બે ટંકનો રોટલો રળવો સામાન્ય વેપારીઓ માટે મુશ્કેલ બન્યો છે.

બીજી બાજુ આ મહામારીમાં લોકડાઉનથી લઈ આજ સુધી વેપારીઓને જે પણ તંત્ર તરફથી સૂચનાઓ મળી તેનું સંપૂર્ણ લોકોએ પાલન કર્યું બે દિવસ પહેલા મળેલી એક બેઠકમાં નક્કી થયા મુજબ 3 વાગે ધંધા રોજગાર બંધ કરવાના નિર્ણય બાદ તેમાં પણ વેપારીઓએ સંપૂર્ણ સહકાર આપ્યો બે દિવસ સમગ્ર સિહોરના વેપારી બપોરના ત્રણ પછી વેપાર ધંધા સંપૂર્ણ બંધ કરી અને કપરા કાળમાં સહયોગ આપી રહ્યા છે છતાં પણ તંત્રના અધિકારીઓ વેપારીઓ સામે રોફ છાંટીને બહાદુરી બતાવી રહ્યું છે ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here