વકીલોની આર્થીક સ્થિતિ વિકટ, સરકારી કચેરીઓ કાર્યરત થઇ ગઈ છે, કોર્ટ કામગીરી તાકિદે શરૂ કરવા સિહોર વકીલ મંડળ મેદાને

હરીશ પવાર
વૈશ્વિક કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની તમામ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સફાઇ કામદાર સહિતનાઓ કામગીરી કરી રહ્યાં છે. ત્યારે માત્ર હાઇકોર્ટ તથા રાજ્યની તમામ અદાલતોને મહામારીનો ડર શા માટે સતાવે છે તેવા વેધક સવાલો સાથે વકીલ મંડલ હવે મેદાને પડ્યું છે અને અદાલતોની કાર્યવાહીને કાર્યરત કરવા સિહોર વકીલ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રાજ્યના ૮૫ હજાર વકીલ અદાલતમાં ફિઝિકલ કોર્ટના બદલે વર્ચ્યુલ આભાસી કોર્ટની અરજન્ટ કામગીરી થતી હોવાને કારણે વકીલોમાં રોષની લાગણી ફેલાઇ છે. અસંખ્ય કેસો પેન્ડિંગ રહી ગયા છે.

બીજી તરફ લાંબા સમયથી અદાલતી કાર્યવાહી બંધ રહેવાને કારણે વકીલોની પણ આર્થિક સ્થિતી કથળતી જાય છે. સિહોર વકીલ મંડળની યાદીમાં જણાવ્યું છે કે દરેક કચેરીમાં અધિકારીઓ કર્મચારીઓ પોતપોતાની કામગીરી કરી રહયા છે , જયારે માત્ર હાઇકોર્ટમાં અને રાજયની તમામ અદાલતોમાં આ મહામારીનો ડર શા માટે સતાવે છે, ભાવનગર જીલ્લાની અદાલતોમાં અરજન્ટ સીવાય કોઇ કાર્ય થતું નથી અને ન્યાય મેળવવા જે લોકોએ નામદાર કોર્ટમાં દાવા કરેલ છે તેમને હાલની પરિસ્થિતીથી અન્યાય થતો હોય તેવું જણાય છે.

આથી લોકોને ઝડપી અને સરળ રીતે ન્યાય માટે આભાસી કોર્ટના બદલે ફીઝીકલ અદાલતો ચાલુ ન થતાં કોરોનાના કપરા કાળમાં વકિલોની આર્થિક કેડ ભાંગી ગઇ છે,જુનીયર વકીલોએ બીજા ધંધા તરફ વળવું પડે છે,ત્યારે વકિલાત સમાજમાં એક એવો વ્યવસાય છે,જેની સાથે અનેક મર્યાદાઓ રહેલી છે તમામ સંજોગો અને હકિકતો ધ્યાને લઇ તમામ અદાલતો આભાસી(વર્ચ્યુઅલ) કોર્ટોનાં બદલે ફિઝીકલ નીયમોને આધીન શરૂ કરવામાં શરૂ કરવાની માંગ સિહોર વકીલ મંડળે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here