સિહોર ટાવરચોક પાસે સ્કૂટી ડમ્પર અકસ્માત, સદનસીબે જાનહાની નહિ
હરેશ પવાર
સિહોર ભાવનગર હાઈવે ટાવર ચોક ત્રિકોણીયા બગીચા પાસે સ્કૂટી G j.14.kyu.1560 ના ચાલક પસાર થઈ રહેલ તે વેળાએ પાછળ થી પુરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર Gj.4.AT 6297ના સ્કૂટી સાથે અકસ્માત સર્જેલ પરંતુ સામાન્ય ઇજા ઓને લઈ સ્થાનિકો એકઠા થતા ઇજા પામેલ ચાલક ને સારવાર અર્થે લઈ જવામાં આવેલ બનાવમાં હાલ સુધી પોલીસ ફરિયાદ થવા પામી નથી ત્રિકોણીય બાગ પાસે ખુબ જ વાહન ચાલકો ની અવર જવરને લઈ ટ્રાફિક ખુબજ રહે છે અને છાશવારે અકસ્માત ના બનાવો બને છે ત્યારે સ્થાનિકો ની માંગ છે કે અમુક વિસ્તારોમાં અકસ્માત જોન હોય શાળા કોલેજ.મામલતદાર કચેરી ત્રિકોણ બાગ. તાનાં ચોકડી.રેસ્ટહાઉસ સહિત વિસ્તારમાં માં R&B દ્વારા બમ્પર મુકવા માંગ થઈ રહી છે તો આ અંગે તંત્ર ક્યારે જાગશે કે પછી ભ્રષ્ટાચાર માં અને કટકીઓ માં રસ છે તેવા આક્ષેપો નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે