લોકો એક તરફ પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે, બીજી બાજુ તંત્રની અણઆવડતનો નમૂનો

દેવરાજ બુધેલીયા
સિહોરની જનતા માટે એક તરફ પાણીનો કકળાટ કાયમી બન્યો છે લોકોને સમયસર પાણી નહિ મળતું હોવાની ફરિયાદો છાશવારે ઉઠે છે જ્યારે બીજી તરફ સિહોરના કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજ જોવા મળે છે અહીં તસ્વીર ધૂળિયા કુવા વિસ્તારની છે જ્યાં છેલ્લા કેટલાક સમય થી પાણી ની લાઈન લીકેજ છે રોડ પર ચારેકોર પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે તંત્રની બેદરકારી કહો કે અણઆવડત.પણ અહીં એક તરફ પાણીનો કકળાટ અને બીજી તરફ પાણીનો વેડફાટ આ બન્નેનો કયારે ઉકેલ આવશે.

તેની સ્થાનિક રહિશો રાહ જોઈ રહ્યાં છે લોકો એક એક ટીપાં માટે વલખા મારી રહ્યા ત્યારે તંત્રની બેદરકારી અહીં છત્તી થઈ છે ધોળીયા કુવા પાસે છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઇન લિકેજ થવાને કારણે અમુલ્ય પાણી વેડફાટ રહ્યું છે. પરંતુ નગરપાલિકા આ બાબતે સાવ ઉદાસીન હોય તેમ આ લાઇનને રિપેર કરવા કોઇ પગલાં ભરતું નથી. જેને કારણે નગરજનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here