ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા લેવાઇ રહેલો નિર્ણય, અનેક ગામોમાં બપોરે ૪ બાદ જનતા કર્ફયૂ જેવો માહોલ

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના કેસો સિહોર શહેર અને પંથક સાથે જિલ્લામાં સતત વધી રહ્યા છે ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો આંકડો ૧૨૦૦ ને પાર કરી ચુક્યો છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન સમયે કાબુમાં રહેલો કોરોના અનલોકમાં રીતસર ભરડો લઈ ચુક્યો છે હવે સ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું છે અને નાના જિલ્લાઓ-ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. આ સ્થિતિને પગલે હવે સિહોર શહેર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના અમુક નિશ્ચિત સમય બાદ સ્વંયભૂ ‘લોકડાઉન’ પાળવાની છેલ્લા કેટલાક દિવસથી શરૃઆત કરી દેવામાં આવી છે.

કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સેંકડો નાગરિકોએ સામૂહિક રીતે અનોખી પહેલ શરૂ કરી છે. સિહોરમાં બપોરે ત્રણ બાદ તમામ બજારોને સ્વંયભૂ બંધ રાખવાનો સ્થાનિક વહિવટી તંત્ર-વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારે ૬ થી બપોરે ૩ સુધી જ દુકાનો ખુલી રાખવા અને ત્યારબાદ નગરજનોને સ્વૈચ્છિક જનતા કર્ફયૂનું પાલન કરવા અનુરોધ કરાયો હતો ત્યારે હવે બપોર બાદ સ્વયંભૂ લોકડાઉનમાં જનતા જોડાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here