પોલીસને આગળ કરી વેપારીઓને હેરાન કરવાનું બંધ કરી દયો, સરકારના હુકમ કે જાહેરનામું નહિ હોવા છતાં આવો નિર્ણય કેમ.? ખોટી કનડગત અને દંડની ધમકી તાત્કાલિક અસરથી બંધ કરો, બપોર પછી બંધના મુદ્દે ચેમ્બર આકરા પાણીએ

શંખનાદ કાર્યાલય
સિહોર શહેરમાં સ્થાનિક સતાધિશ તથા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વેપારીઓને થતી કનડગત બંધ કરવાની રજૂઆતો થઈ છે બપોર પછી બંધના મામલે ચેમ્બર મેદાનમાં આવ્યું છે ચેમ્બર દ્વારા શંખનાદ કાર્યાલય ખાતે મળેલી અખબાર યાદી મુજબ ભાવનગર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ- સિહોર ચેટર સિહોરમાં ૩૦૦ થી વધુ વેપાર ઉધોગના સભ્યો ધરાવતી વેપાર ઉદ્યોગની અગ્રગણય સૌથી મોટી સંસ્થા છે ચેમ્બરના કેટલાક સભ્યો દ્વારા લેખીત ફરીયાદ સંસ્થાને કરવામાં આવી છે ક કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી અને આપના દ્વારા બપોરના ૩:૦૦ વાગ્યા પછી વેપાર – ધંધાઓ બંધ રાખવા માટે કોઇ હુકમ કે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ નથી.

તેમ છતાં સ્થાનીક સતાધીશો અને સ્થાનિક પોલિસે લાગતા વળગતાઓને મળીને વેપાર – ઉધોગ બેપોરના ૩:00 વાગ્યા પછી સ્વૈછીક બંધ રાખવા માટે જાહેર કરવામાં આવ્યું છે. પ્રર્વતમાન સમયમાં સંકમણના ફેલાવાને અટકાવવા માટે આ પગલા અમે આવકારીએ છીએ . પરંતુ આ સ્વૈછિક વ્યવસ્થાને કાયદાનું સ્વરૂપ આપી તે માટે બપોરના ૩:૦૦ વાગ્યા પછી દુકાનો બંધ કરાવવા માટે અને તે ન કરેતો દંડ વસુલવા માટે ઘમકાવી જોહુકમી કરવામાં આવે છે સ્થાનિક સતાધિશોને આવો મોટો નિર્ણય લેતા પહેલા સિહોરની ઓધૌગિક સંસ્થાકે બીજા કોઈ આવા વેપારી એસોશીએશનને વિશ્વાસમાં લીધા નથી કે જાણ સુધ્ધા પણ કરેલ નથી.

વેપાર ઉદ્યોગો સ્વૈછીક રીતે આપને સહકાર આપવા માટે ખાત્રી આપે છે પરંતુ આ બાબતને કાયદાનું સ્વરૂપ આપી સતાધીશો તથા પોલીસ દ્વારા થતી ખોટી કનડગત તથા દંડની ધમકી તાત્કાલિક અસરથી બંધ કરાવવા રજુઆત છે.અને હવે પછી જયારે પણ આવા નિર્ણયો લેવાય ત્યારે અમારી સંરથો સહીત અન્ય વેપારી એસોશીએશનને સાથે રાખી નિર્ણય કરવામાં આવે તેવી માંગ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ સિહોર ચેપ્ટર દ્વારા કરવામા આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here