નાના વેપારીઓને ઉભા કરવાની સરકારની યોજનાનો ફિયાસ્કો, રાજકીય આગેવાનો ફક્ત ચૂંટણી જીતવાના આયોજનોમાં વ્યસ્ત, સામાન્ય લોકોની વેદનાની કોઈને પડી નથી

દેવરાજ બુધેલીયા
લોકડાઉનના કારણે વેપાર-ધંધા પડી ભાંગતા તેને ઉભા કરવા સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવાનું આયોજન કર્યું છે. પરંતુ સિહોર શહેર અને તાલુકાના વેપારીઓમાં એક બૂમ ઉઠી છે કે અમને આજ સુધી આ યોજના હેઠળ લોન મળી નથી રાજકીય આગેવાનો ફક્ત ચૂંટણી જીતવા માટે પ્રચારમાં વ્યસ્ત છે. પરંતુ સામાન્ય લોકોની વેદનાની કોઈને પડી નાથી સિહોર તેમજ તાલુકામાં નાના વેપારીઓને ઉભા કરવાની સરકારની આત્મનિર્ભર લોન યોજનાનો સંપૂર્ણપણે ફિયાસ્કો થયો હોય તેવી હાલત છે.

સિહોર શહેરમાં અનેક નાના મોટા વેપારીઓ છે જેઓને હાલ વેપાર ડગ ધંધાઓમાં મંદી છે જેમાંથી મોટાભાગના વેપારીઓને અત્યારે લોનની જરૃર છે. સરકાર દ્વારા રૃ.એક લાખ અને રૃ.અઢી લાખ એમ બે પ્રકારની લોન ફક્ત બે ટકાના વ્યાજે આપવાનું નક્કી કરાયુ હતું. સહકારી બેન્કો માફરત જ આપવામાં આવનાર આ ૮ ટકાની લોનમાં ૬ ટકા વ્યાજ સરકાર દ્વારા સહકારી બેન્કોને આપવાનું નક્કી થયું હતું પરંતુ બેંકોમાં હાલ વેપારીઓને ઉડાવ જવાબો મળે છે અનેક વેપારીઓને અત્યારે બેઠા થવા માટે આવી લોનની જરૃર છે. હવે લોન ક્યારે મળશે? તેની વેપારીઓ રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here