સિહોરમાં ચા વગર લાખો લોકોની સવાર થતી નથી

ચાની ચુસ્કી હવે મોંઘી પડશે, કિંમતમાં ૧૦૦ આસપાસનો વધારો, લોકડાઉનથી ચાના ઉત્પાદનને ગંભીર અસર, પશ્ચિમ બંગાળ-આસામમાં ભારે વરસાદને લીધે ચાનું ઉત્પાદન ગત વર્ષ કરતાં ઓછું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાંથી ‘ચા’ની ચુસ્કી વિના મોટાભાગના લોકોની સવાર પડતી નથી. જોકે, હવે ચાની ચુસ્કી લેવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. કોરોનાને પગલે જારી કરવામાં આવેલા લોકડાઉને લીધે ચાના ભાવમાં સરેરાશ રૃપિયા ૧૦૦નો ભાવ વધારો જોવા મળ્યો છે. સિહોરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મહેમાનોને અને મિત્રોને જેના માટે પ્રેમપૂર્વક આગ્રહ કરાતો રહ્યો છે અને લાખો લોકોની સવાર જેના વગર પડતી નથી તે પીણુ ચા પણ હવે મોંઘી થઈ છે. માર્ચ-એપ્રિલમાં નવી ચાની શરૃઆત થતી હોય છે.

પરંતુ આ વખતે આ જ સમયગાળામાં લોકડાઉનને પગલે ચા ના ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. આસામ-પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદથી પુરની ગંભીર સ્થિતિ સર્જાતાં ચાના બગીચામાં પાણી ભરાયેલા છે, જેની સીધી અસર ચાના ઉત્પાદન પર જોવા મળી રહી છે. ઓછા ઉત્પાદનને લીધે ચાની ક્વોલિટી ખૂબ સારી બનતી હોવાથી એક્સપોર્ટની ડિમાન્ડ પણ સારી છે. ‘ આવનારા સમયમાં ચાના ભાવોનો વધુ ભાવ વધારો જોવાઇ રહ્યો હોવાનો તજજ્ઞાોનો મત છે. ઉલ્લેખનીય છે કે, હાલ સિહોરની કિટલીઓમાં કટિંગ ચા સામાન્ય રીતે રૃપિયા ૭ કે ૮માં મળે છે. હવે તેમાં પણ ૧૦ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here