સિહોર શહેરના અનેક નાના-મોટા શિવાલયોમાં દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અપાયો પ્રવેશ

બ્રિજેશ ગૌસ્વામી
છોટી કાશીનું બિરૂદ પામેલા સિહોર શહેરમાં ગઇકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો હતો, શહેરના ગૌતેમેશ્વર મહાદેવ મંદિર, ભીમનાથ મંદિર, પંચમુખા મહાદેવ મંદિર, મોંઘીબા જગ્યા, સહીતના અનેક શિવાલયોમાં ગઇકાલે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. જોકે મંદિરમાં સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે પ્રકારે તમામ શિવાલયોમાં દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

ભક્તજનો પણ માસ્ક પહેરીને દર્શનાર્થે આવ્યા હતા. કોઈપણ પ્રકારની પૂજા સામગ્રી વિના શિવાલયમાં પ્રવેશ અપાયો હતો.જ્યારે રૂદ્રાભિષેક- જલાભિષેક વગેરે પર પ્રતિબંધ હોવાથી ભક્તજનોએ માત્ર દર્શનનો લ્હાવો લીધો હતો અને કોરોના કહેર વચ્ચે સરકારી તમામ નીતિ-નિયમોને આધીન શ્રાવણ માસના પ્રથમ સોમવાર ની ભક્તજનોએ આસ્થાભેર ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here