પરિવારજનોએ તંત્ર અને જાગૃતિ મીડિયા શંખનાદ પાસે માંગી મદદ, ઘાંઘળી નજીકથી ગુમ થયેલ યુવક માટે પરિવાર ચિંતાતુર પરિવાર તેના સ્વજનની ભાળ મેળવવા આતુર

દેવરાજ બુધેલીયા
સિહોર નજીકના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે પગપાળા દર્શનાર્થે આવતો યુવક છેલ્લા ત્રણ માસથી ગુમ થતા પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી છે સમગ્ર રાજ્યમાં રાજપરા ખોડિયાર મંદિર પ્રસિદ્ધ તીર્થ ધામ તરીકે ઓળખાઇ છે ખાસ કરીને નવલા નોરતા નવરાત્રી દરમિયાન સમયે હજારો લાખ્ખો શ્રદ્ધાળુઓના સંઘ પગપાળા ખોડિયાર મંદિર ખાતે દર્શન માટે આવતા હોય છે જેમાનો એક સંઘ ખોડિયાર મંદિર ખાતે દર્શન માટે પગપાળા ગાંધીનગરના ઇન્દ્રોડા ગામેથી નીકળ્યો હતો જેમાં ઇન્દ્રોડા ગામના રાજેન્દ્રસિંહ દલપતસિંહ ગોહિલ પણ માં ખોડિયારના દર્શનાર્થે આવવા માટે પગપાળા જોડાયા હતા.

જે સંઘ માંથી રાજેન્દ્રસિંહ સિહોરના ઘાંઘળી ગામ પાસેથી લાપતા થતા માં ખોડિયારના દર્શન માટે આવતા પગપાળા સંઘમાં શોકની લાગણી વ્યાપી હતી અને પરિવારમાં ચિંતાની લાગણી સાથે ચિંતાતુર બન્યા છે જોકે પરિવારજનોએ પોતાનું સ્વજન ગુમ થયાની ફરિયાદ સિહોર પોલીસમાં પણ કરેલી છે પરિવારે આજ સુધી રાજેન્દ્રસિંહની શોધખોળ કરી હતી પરંતુ ગુમ થયેલ રાજેન્દ્રસિંહની ભાળ આજ સુધી નહીં મળતા પરિવારના સુરેન્દ્રસિંહ ગોહિલે તંત્ર અને જાગૃત મીડિયા શંખનાદની મદદ માંગી છે સુરેન્દ્રસિંહનું કહેવું છે કે અમારા પરિવારના રાજેન્દ્રસિંહ ગોહિલ જે રીક્ષા ચલાવે છે અને દર વર્ષે પગપાળા ખોડિયાર મંદિર દર્શને આવતા હોઈ છે આ વર્ષે પણ નવરાત્રી સમયે પગપાળા સંઘમાં રાજેન્દ્રસિંહ જોડાયા હતા અને જે સિહોરના ઘાંઘળી પાસેથી ગુમ થયા હતા જેમને ત્રણ માસ જેવો સમય વીતી ચુક્યો છે જેથી રાજેન્દ્રસિંહની ભાળ માટે તંત્ર અને જાગૃત મીડિયાની પરિવારે મદદ માંગી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here