કોરોના કહેરમાં સતત સતર્ક જાગૃત અને દિવસ-રાત મહેનત કરતું સિહોરનું આરોગ્ય અને નગરપાલિકા તંત્ર

હરેશ પવાર
કોરોના કહેરમાં લોકડાઉન થયું ત્યાર થી સતત આરોગ્ય તંત્ર જજુમી રહ્યું છે.લોકોને સમજાવવા,સેમ્પલો લેવા,કોરોન્ટાઈન કરવા,લોકોની આરોગ્ય તપાસ કરવી,આરોગ્ય રથો ગામે ગામ ફેરવવા,પ્રાથમિક સારવાર, આરોગ્ય શિક્ષણ,દિવસ રાત ચેક પોસ્ટની ડયુટી,સમરસ સેન્ટરની ડયુટી, હોસ્પિટલ માં કાયઁરત,કોરોના દદીંની સારવારો,રીપોટીંગ કામગીરી સતત કામગીરી થઈ રહી છે.

એક પણ રજા ભોગવ્યા વગર સિહોરનું તંત્ર કામ કરી રહ્યું છે.જે સલામને પાત્ર છે.જીવન ના જોખમે પોતાના પરિવાર ની પણ પરવા કયાઁ વગર ઝુઝુમે છે.તાજેતરમાં જ ભુંભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ફિમેલ હેલ્થ. સુપરવાઈઝર પોતાની ફરજ પરથી કોરોના ના ચેપ યુકત બની અને શહિદ થયા છે.આમ આરોગ્ય તંત્રની કામગીરીને સલામ સાથે પોલીસતંત્ર,ગ્રામપંચાયતો, તલાટીમંત્રી,નગરપાલિકા નો ખુબ જ સુંદર સહયોગ મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here