આપની અગાસી પર રહેલા કચરો ભંગાર ટાયરો દુર કરવા સિહોર આરોગ્ય તંત્રની તાકિદ

હરેશ પવાર
ભાવનગર જીલ્લા આરોગ્ય શાખાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, જીલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચા દ્રારા તમામ પ્રજાજનોને આપની અગાસી પર રહેલો કચરો,ભંગાર,ટાયરો દુર કરવા તાકીદ કરી છે.આપના કચરા,ટાયર,ભંડારમાં જો વરસાદી પાણી ભરાશે તો તેમાં એક મચ્છર ૨૫૦ ઈંડા મુકે છે અને તેમાંથી મચ્છરની ઉત્પતિ વધશે અને મચ્છરજન્ય રોગો મેલેરીયા,ડેંગ્યુ, ચીકનગુનીયા થઈ શકે તો જીલ્લા ના તમામ પ્રજાજનો ને આરોગ્ય તંત્ર દ્રારા જાહેર અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here