સિહોરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

દેવરાજ બુધેલીયા
ચોમાસુ શરૂ થઈ ગયું છે ત્યારે વૃક્ષો રોપીને ઉછેર કરવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. વરસાદની ઋતુમાં અનેક સંસ્થાઓ અને જંગલ વિભાગ દ્વારા વૃક્ષા રોપણના કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. આજે સિહોરમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે આઉટ પોસ્ટ દ્વારા ૨૫ થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ મનોજકુમાર, હેમરાજસિંહ, મિતેશભાઈ વગેરે હાજર રહીને વૃક્ષો નું રોપણ કરીને વૃક્ષના ઉછેર કરવા માટે કટિબદ્ધ થયા હતા.

જ્યારે સિહોરના માધવનગર ૨ ના રહીશો દ્વારા સોસાયટીમાં ૧૦૦ કરતા વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્ય હતું. બોર્ડના કોર્પોરેટર દીપશનગભાઈ રાઠોડની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા વૃક્ષના ઉછેર કરી જતન કરવાની જવાબદારી લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here