દલિત અધિકારી મંચે આવેદન આપ્યું છ કર્મીઓને કાયમી કરવાનો ઠરાવ રદ કરવામાં આવે અન્યથા આંદોલન, જ્ઞાતિવાદ જાતિવાદ આધારે કાયમી કરવામાં આવ્યા, ગામની ગટરો સાફ કરતા સફાઈ કામદારોને અન્યાય

હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં જ્ઞાતિવાદે ભરડો લીધો છે છ કર્મીને કાયમી કરવાનો મામલો ખૂબ ચગ્યો છે અને સમગ્ર મામલે રજૂઆતો કરી ઠરાવ રદ કરવાની માંગ સાથે માવજી સરવૈયાએ નગર પાલિકા સામે આંદોલન છેડવાની પણ વાત કરી છે દલિત અધિકાર મંચની આવેલી અખબાર યાદીમાં જણાવ્યા મુજબ સિહોર નગરપાલિકા દ્રારા પ્રમુખ અને વિરોધપક્ષના નેતા પીપણાથી જ્ઞાતિવાદ રાખી માત્ર છ કર્મચારીઓને કાયમી કરવા ઠરાવ થયેલ છે જે ગેરકાયદેસર છે નગરપાલિકામાં સફાઈકામદારો ગટરકામદારો અને અન્ય કર્મચારીઓ પણ છેલ્લા વીસ વીસ વર્ષથી સિહોર નગરપાલિકા ફરજ બજાવે છે.

પ્રમુખે જ્ઞાતીવાદ રાખી તેની સમાજના ચાર કર્મચારી અને વષોઁથી કામ કરતા અને ગામની ગંદકી સાફ કરતા કોરોનાની મહામારી માં ગામની ગલીઓ સાફ કરતા સફાઈ કર્મચારીઓના એકપણ નામ નથી.આમા વિરોધપક્ષ પણ સામેલ છે.નગરપાલિકા એ માત્ર છ કર્મચારીઓનો ઠરાવ કયોઁ જેમાં ચાર તો પ્રમુખના સંબંધીઓ છે અને તેમની જ્ઞાતીના છે.અને બાકીના બે કર્મચારીઓ વિરોધપક્ષના કારણે છે નગરપાલિકા ને ગરીબો અને દલિતોની ચિંતા હોયતો આ ઠરાવમાં એક પણ નામ સફાઈકામદાર કે ગટર કામદારનું કેમ નથી? કોગ્રેસ અને ભાજપના અનુસુચિત જાતિ સમાજ ના અને વિરોધ પક્ષના નગરસેવકો એ આ ઠરાવનો વિરોધ કે ન કયોઁ?નગરપાલિકા માં ખુલ્લો જ્ઞાતિવાદ ચાલે છૈ.

નગરપાલિકા દ્રારા છ કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ થયો છે.તે રદ કરવામાં આવે અને સેટ અપ મુજબ સિનિયોરીટી લીસ્ટ મુજબ જે કર્મચારીઓ લાયક છે તેમના નામનો ઠરાવ થાય અને નગરપાલિકા ના પ્રમુખ દિપ્તીબેન ત્રીવેદી અને વિરોધ પક્ષના નેતા પીપણાથી થયેલ ઠરાવ રદ કરવામાં આવે તેવી રજુઆત કરી માંગ કરવામાં આવી છે અન્યથા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી માવજી સરવૈયા અને દલિત અધિકાર મંચે આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here