રક્ષાબંધન આડે ગણતરીના દિવસો બાકી, દર વર્ષ કરતા ૪૦ ટકા જ ઘરાકી

બ્રિજેશ ગૌસ્વામી
ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન બાઈની રક્ષા કાજે હાથ પર રાખડી બાંદતી હોય છે. જોકે રક્ષાબંધનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સિહોરની બજારમાં રાખડીના વેપારમાં કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.સિહોર શહેર પંથકમાં અવનવી રાખડીઓ બજારોમાં આવી ગઈ છે. પરંતુ કોરોનાના ભયને કારણે બજારોમાં અત્યારે રાખડીના વેપારને મંદીનું ગ્રહણ લાગ્યું છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે.

ત્યારે રાખડી ખરીદીની ૪૦ ટકા ઘરાકી જ ખુલી છે. જેથી દુકાનોમાં માલ ભરીને બેઠેલા વેપારીને પહેલા કોરોના અને હવે કોરોનાના ભયને રાખડીઓ પણ રડાવે તો નવાઈ નહીં જેથી વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે છેલ્લા બે દિવસમાં ઘરાકી ખુલવાની આશા રાખીને વેપારીઓ ગ્રાહકો પોતાની દુકાને પધારશે તેવી મીટ માંડીને બેઠા છે ત્યારે કોરોનાના ભય વચ્ચે રાખડીની ખરીદીમાં કેટલો ઉછાળો આવશે. છેલ્લા દિવસોમાં તે તો છેલ્લી ઘડીની ઘરાકી ઉપરથી જ ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here