કોરોનાના કેસ વધી રહ્યા છે, લોકોએ જાગૃત અને સતર્ક રહેવુ પડશે, બકરી ઈદ, રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી વગેરે તહેવારમાં મેળાવડા થશે તો કોરોનાનુ સંક્રમણ વધશે

મિલન કુવાડિયા
સિહોર સાથે જિલ્લામાં એકબાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજીબાજુ ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી છે. કોરોનાના કેસના પગલે ધાર્મિક તહેવારો ઘરમાં સાદાયથી ઉજવવા જોઈએ. તહેવારોમાં મેળાવડા થશે તો કોરોનાનુ સંક્રમણ વધી શકે છે તેથી લોકોએ ખુબ જ સાવચેત રહેવુ જરૂરી છે સાંસ્કૃતિક વારસો અને આસ્થા, વિશ્વાસ સાથે શ્રધ્ધાથી માનવજીવન સુમધુર બનતુ હોય છે. પરંપરાગત તહેવારો, રીવાજોની ઉજવણીએ આપણી ભાતીગળ છાપથી વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે.

ત્યારે તાજેતરમાં આવી રહેલા હિંદુ-મુસ્લિમ તહેવારોમાં પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી બકરી ઈદ, રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી વગેરે પવિત્ર તહેવારોને ઘરમાં જ ઉજવીએ અને સાદાયથી ઉજવીએ. જે પ્રકારે દિન પ્રતિદિન કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે તેની સામે સમજણ અને જાગૃતી એ જ હથિયાર છે ત્યારે આ વર્ષે જાહેર તહેવારોને સામુહિત રીતે ન ઉજવતા મેળાવડા કે મુબારક બાદી માટે ભેગા ન થાઈએ તે જ સૌના હિતમાં છે.

ત્યારે ધાર્મિક સંસ્થાઓ, આગેવાન, જમાતો વગેરે લોકો આ માટે અનુરોધ કરે સાથે કુરબાની અંગે પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી સ્વચ્છતા, સાવચેતીના પગલા ભરીએ તેમજ સરકારના નિતિ નિયમોને ચુસ્તપણે પાલન કરીએ. આ બાબતે દરેક લોકો સહકાર આપે તે અતિજરૂરી છે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે લોકોએ સામાજીક અંતર રાખવુ તેમજ માસ્ક પહેરવુ જરૂરી છે. સાવચેતી રાખવામાં આવશે તો કોરોનાથી બચી શકાશે ત્યારે લોકોએ ગંભીર થવુ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here