કોરોના ભય વચ્ચે સંચાલકો અને ખાદીમોનો આવકારવાદાયક નિર્ણય, રવિવારે આખો દિવસ દરગાહ બંધ રહેશે જેની દર્શનાર્થીઓ નોંધ લેવી

બ્રિજેશ ગૌસ્વામી
મહામારીના સમયમાં જ્યારે સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે ત્યારે સિહોર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ ગરીબશાહપીર દરગાહ દર રવિવારે શ્રદ્ધાળુઓ દુઆ સલામ અને દર્શન માટે આવતા હોય છે પરંતુ હાલની કોરોના મહામારીને કારણે દરગાહ શરીફનાં ટ્રસ્ટી સંચાલકો વહીવટકર્તાઓ ખાદીમો દ્વારા આવતા રવિવારે દર્શન દિદાર માટે દરગાહ શરીફ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

કોરોનાના ભય વચ્ચે હિન્દૂ મુસ્લિમ બિરાદરો સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આસ્થાના કેન્દ્ર સમાન સિહોર રાજકોટ રોડ પર આવેલ ગરીબશાહપીર દરગાહને આવતા રવિવારે દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોરોના મહામારી વચ્ચે કદાચ ઈતિહાસમાં પ્રથમ વખત ગરીબશાહપીર દરગાહ બંધ કરવાનો નિર્ણય થયો છે જેથી રવિવારે દર્શન માટે દરગાહ બંધ રહેશે જેની દરેક દર્શાનીર્થીઓએ નોંધ લેવી દરગાહના ખાદીમ સલીમશા દ્વારા જણાવાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here