જિલ્લામા ૩૫ કોરોના પોઝિટિવ કેસો, ૬૫ દર્દી થયા કોરોનામુક્ત, ટોટલ આંકડો ૧,૩૧૦ સુધી, હાલ ૩૮૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

શંખનાદ કાર્યાલય

સિહોર શહેર અને પંથકમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સિહોર ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે જ્યારે જિલ્લામા આજે ૩૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે ટોટલ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૩૧૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નાના ખુટવડા ગામ ખાતે ૩, મહુવા તાલુકાના જાંબુડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભાદરા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના વાવ ખાતે ૩ તથા ઉમરાળાના ઝાંઝમેર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here