કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર ન નિકળવુ હિતાવહ, ટ્રાવેલીંગ હિસ્ટ્રી સાથે હવે લોકલ ટ્રાન્સમીશનમાં વધારો ન થાય તે માટે આરોગ્ય વિભાગની સર્વે સહિતની કામગીરીનો ધમ-ધમાટ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી બની રહે છે. સિહોર શહેર અને પંથકમાં ૧૩૦ લોકોની ૨ની ટુકડી સાથે ૬૫ ટિમો બનાવવામાં આવી છે જે દ્વારા ઘરે ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે ત્યારે લોકોએ સાચી માહિતી આરોગ્ય વિભાગને આપવી જરૂરી છે. આરોગ્ય વિભાગને સાચી માહિતી મળશે તો કોરોનાને અટકાવવામાં મદદ થશે.  હાલ સમગ્ર ગુજરાત રાજ્યની સાથોસાથ સિહોર શહેરમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે.

ત્યારે શહેરમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રી સાથે હવે લોકલ ટ્રાન્સમીશનમાં વધારો ન થાય તે અંગે યોગ્ય કરવા તંત્ર દ્વારા ઘરે ઘરે ફરી સર્વે હાથ ધરાઈ રહેલ છે ત્યારે આ સર્વેમાં લોકો સંપૂર્ણ સહકાર આપે, સાચા જવાબ આપે તથા કોઈપણ વિગત છુપી રાખે નહી. આ કામગીરી સિહોર શહેરના તમામ પ્રજાજનોના હિતમાં થઈ રહી છે અને લોકો મદદરૂપ થાય તેમજ આરોગ્ય ટીમ દ્વારા થોડા નાના-મોટા પ્રશ્નો પુછે તેમાં સહયોગ આપવો તેમજ બહારગામથી આવી રહેલ લોકોને હોમ કોરોન્ટાઈનના નિયમોનુ સંપૂર્ણપણે પાલન કરે અને કાનુની કાર્યવાહીથી બચે તેમજ શહેરમાં જયાં કન્ટેનમેન્ટ જાહેર થયેલ છે.

તેમા અવર જવર ન કરે તેવી અપીલ સાથે સંપૂર્ણ સહયોગ આપવા આરોગ્ય વિભાગના જયેશ વકાણી અને અનિલ પંડિત દ્વારા શહેરના પ્રજાજનોને અનુરોધ કરેલ છે. કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ કામ સિવાય ઘરની બહાર નિકળવાનુ ટાળવુ જોઈએ અને સરકારી નિયમનુ પાલન કરવુ લોકહિતમાં જરૂરી છે. કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here