રાહુલ ગાંધી તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હે..કોંગ્રેસ જીંદાબાદમાં જયઘોષ સાથે સમી સાંજે વડલા ચોક ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિજયોત્સવ ઉજવવામાં આવ્યો,
બ્રિજેશ ગૌસ્વામી
ઝારખંડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં કોંગ્રેસ અને જેએમએમને સ્પષ્ટ બહુમતિ મળી છે. ભાજપ અને સાથી પક્ષોની હાર થતાં સિહોરમાં કોંગ્રેસના કાર્યકરોએ વડલચોક ખાતે ફટાકડા ફોડ્યાં હતાં કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસ મુક્ત ભારતને બદલે હવે ભાજપ બચાવો અભિયાન ચલાવવાની જરૂર લાગી રહી છે. વગર કારણના કાયદાઓ લાવીને લોકોને હેરાન કરાયા છે. લોકો રસ્તા પર આવી ગયા છે. લોકોનો ભાજપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ઝારખંડની જીતને લઈ કોંગ્રેસમાં જુસ્સો વધ્યો છે અને ખુશીની લહેર વ્યાપી છે આજે સાંજે વડલા ચોક ખાતે કોંગ્રેસ કાર્યકરો એકઠા થયા હતા સુત્રોચાર સાથે ફટાકડા ફોડી આતશબાજી કરીને ઝારખંડની જીતના વધામણા કર્યા હતા અહીં જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડ અને સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા