સિહોર શહે૨માં કન્ટેનમેન્ટ ઝોનનો સમયગાળો ૨૮ દિવસમાંથી ૧૪ દિવસ કરો : કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહની રજુઆત

દેવરાજ બુધેલીયા
સિહોર શહે૨માં કન્ટેનમેન્ટ ઝોનનો સમયગાળો ૨૮ દિવસમાંથી ૧૪ દિવસ કરવાની માંગ સાથે કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહની રજુઆત કરી છે કોરોના વાયરસ બિમારી બાબતે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે અલગ અલગ માર્ગદર્શીકા જાહેર કરેલી છે . સરકારશ્રીની માર્ગદર્શીકા અનુસાર કોવિડ -૧૯ ના પેશન્ટનું દ્વાર તથા આજુબાજનો વિસ્તાર , કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે છે આદેશ અનુસાર સિહોર શહેરમાં ૨૮ દિવસની છે . હાલ કોવિડ -૧૯ નાં પેશન્ટને લક્ષણો મુજબ સારવાર આપવામાં આવે છે અને દર્દીની કોઈ કોપ્લકેશન પણ ન હોઈ તો સાત દિવસ માં રજા આપી દેવામાં આવે છે.

ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કન્ટેનમેન્ટની સમય મર્યાદા ૧૪ દિવસની રાખવામાં આવી છે ત્યારે સિહોર શહેરમાં પણ સમય મર્યાદા ૧૪ દિવસની રાખવામાં આવે તેવી સિહોર શહેર કોંગ્રેસ સમિતીની માંગણી છે . હાલ કોરોના વાયરસના દર્દીને સાત દિવસ બાદ કોઈ લક્ષણ ન જણાય તો હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે ત્યારે સિહોર શહેરમાં ૨૮ દિવસ સુધી કન્ટેનમેન્ટ સમય મર્યાદા હોય કોવિડ -૧૯ ના દર્દીનો પરિવાર અને આજુબાજની વિસ્તાર ૨૮ દિવસ સુધી પોતાની નોકરીના સ્થળે ધંધાના સ્થળે જઈ શકતા નથી આવી પરિસ્થિતીમાં લોકો પોતાના કુટુંબનું ભરણ પોષણા કરવું મુશ્કેલ થઈ જાય છે આથી આ સમય મર્યાદા ભાવનગર શહેરની જેમ ૨૮ દિવસમાંથી ઘટાડી ને ૧૪ દિવસે કરવામાં આવે તેવી માંગ સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here