શહેરના વેપારીઓએ થોડા દિવસ પહેલા બપોર પછી સ્વૈચ્છિક બંધ માટે નિર્ણય કર્યો, બે દિવસ ના બપોર પછીના બંધ પછી આ નિર્ણય ફેરવી તોળ્યો, વેપારીઓના કહેવા મુજબ બંધ હેતુ ની મિટિંગ માં હાજર રહેનાર જ નિર્ણયનું ઉલ્લંઘન કરતા હતા

દેવરાજ બુધેલીયા
કોરોનાના ભરડા વચ્ચે લોકો ભયંકર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પરિવાર માટે બે ટંકના છેડા ભેગા કરવા કપરા બન્યા છે મોંઘવારી આસમાનને આંબી છે વેપારીઓની આર્થિક સ્થિતિ એકદમ કપરી બની છે સિહોરમાં કોરોના કેસોમાં સતત વધારો થતો જાય છે જેને લઈ થોડા દિવસ પહેલા સિહોરનું તંત્ર અને કેટલાક વેપારીઓ વચ્ચે એક બેઠક મળી હતી બેઠકમાં જરૂરી ચર્ચા વિચારણા બાદ બપોરના ૩ વાગ્યા પછી સંપૂર્ણ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

સિહોરના વેપારીઓએ આ નિર્ણયને આવકારી બે ત્રણ દિવસ સુધી સંપૂર્ણ પાલન કરી દરેકે પોત-પોતાના ધંધા રોજગાર બપોર પછી બંધ કરી સહકાર આપ્યો હતો પરંતુ બીજી તરફ સ્વૈચ્છિક બંધ નિર્ણયને તંત્રની કેટલીક બાબતો સામે વેપારીઓમાં ભારે નારાજગી જન્મી હતી અને કેટલિક બાબતોને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો હતો જોકે સમગ્ર મામલે બાદમાં ચેમ્બર ઓફ કોમર્સ પણ મેદાનમાં આવ્યું હતું અને ખુલ્લો પડકાર ફેંકી વેપારીઓને હેરાનગતી બંધ કરવા ઉચ્ચસ્તરે રજૂઆતો કરી હતી.

બીજી બાજુ તંત્ર સાથે બેઠકમાં નિર્ણય લેવામાં હાજર કેટલાક આગેવાનો જ પાછલા બારણેથી વેપાર કરી લેતા હોવાની વાત વેપારીઓમાં જાગી હતી જેને કારણે વેપારીના એક મોટા વર્ગમાં ભારે નારાજગી જોવા મળી હતી ત્યારે સિહોરના વેપારીઓએ બપોર પછી બંધના નિર્ણયને નકારી સંપૂર્ણ વેપાર ધંધાઓ રાત્રીના ૮ કલાક સુધી શરૂ કરી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here