સિહોર શહેર સાથે પંથકમાં ઘણા દિવસ પછી મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં રાહત

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં આજે બપોરના સમયે મોંઘેરા મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ભારે વરસાદી ઝાપટાના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા સિહોર સાથે પંથકના આસપાસ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ગતવર્ષ કરતા આ વર્ષે સિહોર અને પંથકમાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતોમાં ચિંતાની લાગણીઓ વ્યાપી છે આજે બપોરના સમયે એકાએક આકાશમાં વરસાદી વાદળો ઘસી આવતા મોંઘેરો મેઘરાજા સિહોર શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં મહેરબાન થયો છે ભારે વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને બીજી બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here