૬ કર્મીઓની ભરતી મામલે વિવાદ ખૂબ ચગ્યો, માવજી સરવૈયાની આગેવાનીમાં રજૂઆતો થઈ, આવતા દસ દિવસમાં ઠરાવ રદ નહિ થાય તો સફાઈ કર્મીઓ આંદોલન છેડશે, માવજીએ કહ્યું પહેલો હું જેલમાં જઈશ

હરીશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાનો બોગસ વહીવટના કારણે રોજબરોજ ચર્ચામાં રહે છે છેલ્લા કેટલાક દિવસોથી ભરતી મામલો ખૂબ ચગ્યો છે લાગતા વળગતા છ કર્મીઓની ભરતી મામલે સફાઈ કામદારોમાં રોષ વ્યાપ્યો છે સમગ્ર મામલે છેલ્લા બે ત્રણ દિવસથી રજૂઆતોનો દોર શરૂ થયો છે અને આવતા દસ દિવસમાં કાયમી થયેલા કર્મીઓનો ઠરાવ રદ કરવામાં ન આવે તો આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે અને સમગ્ર મામલે દલિત અગ્રણી માવજી સરવૈયાએ કહ્યું જેલમાં પહેલો હું જઇશ તેવું નિવેદન મીડિયાના કેમેરાની આખે આપતા આવતા દિવસોમાં મામલો વધુ ચગે તેવી સાંભવનાઓ નકારી શકાતી નથી ૨૦ થી ૨૫ વર્ષ થી સફાઇ કામદારો ગામની ગંદકી સાફ કરવા નુ કામ કરે છે.

તેના માટે સત્તા પક્ષ ની સ્વાર્થી ભાવના જોવો કોરોના ની માહામારી મા જીવના જોખમે ફરજ બજાવતા સફાઇ કામદારોની માંગણીઓ કેમ ધ્યાને લેવાતી નથી અને નગરપાલિકા માં દલિત સમાજ ના ૭ નગરસેવકો ખુરશીમાં બેઠા છે તો શું પોતાના અંગત સ્વાર્થ માટે બેઠા છે કે લોકસેવા માટે.આ અંગે એક પણ દલીત નગરસેવક કેમ દલિત ના વિવિધ પ્રકારના પ્રશ્નો ને લઈ ચૂપ છે..???…આ દલિત નગરસેવકો ને અંધારા માં રાખી નગરપાલિકા ના પ્રમુખશ્રી સહિત નગરસેવકો દ્વારા ઠરાવો કરાવી ૬ વ્હાલા કર્મચારીઓ ને કોઈ જોડતોડ કરી કે મોટી રકમ લઈ ને કાયમી કરવાનો પ્રશ્ન પેચીદો બન્યો છે. અને હજી કોર્ટમાં જીતેલા કર્મચારીઓને કેમ અન્યાય.. સમગ્ર મામલે આવતા ૧૦ દિવસ માં કોઈ નિર્ણય નહિ આવે તો સફાઇકામદારો સહિત ના સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here