નગરપાલિકા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ, કોરોના મહામારીમાં તંત્ર દ્વારા ખાસ નંબર જારી કરાયો, આપની આજુબાજુ કોઈ બીમાર વ્યક્તિ હોઈ તો કંટ્રોલમાં જાણ કરવા અનુરોધ

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ડગમગાવીને રાખી દીધું છે અને કોરોનાને મ્હાત આપવા તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે ત્યારે સિહોરના નગરપાલિકા તંત્ર દ્વારા લોકજાગૃતિ માટેની એક સરાહનીય પ્રયાસ હાથ ધરી છે સિહોર નગરપાલિકા શહેરની જાહેર જનતાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે , હાલમાં કોરોનાની મહામારી સતત વધી રહી છે . જેથી આપના કુટુંબમાં આપની સોસાયટી કે આપના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતને ખાંસી , ઉધરસ , કે તાવ જણાય તો તે વ્યકિતનું નામ , સરનામું , અને મોબાઈલ નંબર નગરપાલિકા અને આરોગ્ય વિભાગને તાત્કાલીક કરો નગરપાલિકા કંટ્રોલ રૂમ નંબર – ૦૨૮૪૬-૨૨૨૦૫૭ આરોગ્ય વિભાગ કંટ્રોલ રૂમ નંબર : – ૦૨૮૪૬-૨૨૨૦૮૩ તેમજ તા .૦૧ / ૦૮ / ૨૦૨૦ થી સરકાર દ્વારા માસ્ક નહી પહેનાર અને જાહેરમાં થકનાર વ્યકિતઓ પાસેથી રૂા . ૫૦૦ / – દંડ પેટેની રકમ વસુલ કરવાનું નકકી કરેલ છે . દંડથી બચવા દરેક વ્યકિતએ માસ્ક ફરજીયાત પહેરવા વિનંતી કરવામાં આવે છે..સિહોર નગરપાલિકા દ્વારા જનહિતમાં જારી..ઘરમાં રહો , સુરક્ષિત રહો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here