કર્મીઓને કાયમી કરવાના મામલે વિપક્ષ સામે છડેચોક આક્ષેપો થાય છે પરંતુ નાતો વિપક્ષના સભ્યો કે નાતો સ્થાનિક કોંગ્રેસના જવાબદારો કેમેરાની સામે આવ્યા, પ્રજાએ સમજવાનુ કે ગોલમાલ હે સબ.

મિલન કુવાડિયા
સિહોર નગરપાલિકાનો ગેરવ્યાજબી વહીવટ અને તંત્રની નીતિ રીતિ સામે બૂમ બરાડાઓ પાડી પાડી કેમેરાની આંખ સામે બોલનારા અને પ્રજાની વચ્ચે જનારા કેટલાક નગરસેવકો સફાઈ કર્મીઓને કાયમી કરવાના મામલે મોઢા પર મૌન સેવી લેતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અને પોતાનાઓ સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે ત્યાર આ સમયે આ સભ્યોનું મૌન રાજકીય બુદ્ધિજીવી લોકોને અકળાવી દેનારૂ છે સિહોર નગરપાલિકામાં ૬ કર્મીઓને કાયમી કરવાના મામલે કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગઇકાલે થયેલી રજૂઆતોમાં સફાઈ કર્મીઓએ કહ્યું ૧૦ દિવસમાં ઠરાવ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે સમગ્ર મામલે વિપક્ષ પર પણ આક્ષેપો થયા છે માત્ર ૬ કર્મીઓને કાયમી કરવામાં વિપક્ષની પણ સંડોવણી હોવાનું છડેચોક દલિત આગેવાને આક્ષેપો કર્યા છે પરંતુ બીજી બાજુ સિહોર નગરપાલિકાના ગેર વહીવટમાં દરેક મુદ્દે બુમરાણ મચાવનારા સભ્યો આજે કેમ ચૂપ કે મૌન છે તે બાબત શહેરના લોકોને વિચારતા કરી મુકનારી છે બીજી બાજુ છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર મામલો ખૂબ ચગ્યો છે.

ત્યારે સિહોર નગરપાલિકાના વિપક્ષના સભ્યો તો ઠીક કોંગ્રેસના જવાબદારો પણ સમગ્ર મામલે મૌન સેવી લીધું છે ત્યારે અહીં વાત વર્ષોથી કામ કરતા ગામની ગટરો સાફ કરતા ગંદકીઓ ઉપાડતા કર્મીઓને અન્યાયની છે ત્યારે સમગ્ર મામલે વિપક્ષ કે કોંગ્રેસનું મૌન પણ ઘણું કહી જાય છે..ગોલમાલ હે ભઇ સબ ગોલમાલ હે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here