સિહોર ખાતે કોરોના વાઈરસમાં અનોખા લગ્ન: સરકારની ગાઈડલાઈન મુજબ યુગલ લગ્નના બંધને બંધાયા

 

હરેશ પવાર
કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે સિહોરમાં અનલોક વચ્ચે અનોખા લગ્ન યોજાયાં હતાં. સરકારની ગાઈડલાઈન મુજબ યુગલ લગ્નના બંધને બંધાયા છે માત્ર માતા-પિતા અને પરિવારની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને યોજાયેલા આ અનોખા લગ્નમાં યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે ગઈકાલે સિહોર માળી પાર્ટી પ્લોટ ખાતે સરકારની ગાઈડ લાઈન અને કલેકટરના જાહેરનામા ને લઈ બન્ને પક્ષો દ્રારા સન્માન સાથે માત્ર નજીકના પરિવારોની ઉપસ્થિતિમાં લગ્ન યોજાયા હતા હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.

ત્યારે કોરોના મહામારી અને અનલોક કારણે તમામ લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે અથવા તો મોકૂફ રાખવામાં આવ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી છે. આ તમામ વિપદા વચ્ચે અનોખા લગ્ન યોજાયા હતા કનૈયાલાલ વૃજલાલ પરમાર કંસારા તેમની દિકરી દર્શનબેનનાં શુભ લગ્ન સિહોર નાં વતની એવા જૈનેતર વિનયચંદ શાહ નાં સુપુત્ર મેહુલ કુમાર સાથે સાદાઈથી યોજાયા હતા જેમાં કોઈ ઢોલ શરણાઈ કે વરધોડો રાખવામાં આવ્યો ન હતો માત્ર ને માત્ર બંનેને કુટુંબના માત્ર પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ભુદેવની સાક્ષીએ લગ્ન મંડપમાં બંનેને લગ્નગ્રંથી જોડાયા હતા.

બંને વર વધુ તેમજ બંને પક્ષો દ્રારા સેનેટાઈઝર માસ્ક, પહેરવામાં આવ્યા હતા.જે આજે સિહોરમાં માસ્ક સાથે વરવધુ ને જોઈ તમામ સમાજ દ્રારા હાલની કોરોના મહામારી ને આ રીતે લગ્ન વિવાહ થવા જોઈએ અને ગરીબ મધ્યમ પરિવાર માટે આ સમય ખુબજ દેખાડા વગર અને સુખમય રીતે થાય તેવી પરિસ્થિતિ હાલનાં સંજોગોમાં જરૂરી છે. આ અનોખા લગ્નમાં દંપતીએ ખાસ કાળજી રાખી હતી.

તેઓએ માસ્ક અને હાથમાં મોજા પહેરીને લગ્નની વિધિમાં બેઠા હતાં. લગ્નવિધિ દરમિયાન માસ્ક, સેનેટાઈઝર, ગ્લવ્ઝની તકેદારી પણ લેવામાં આવી હતી દંપતીએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈનું પાલન કરવું તે દરેક નાગરિકની ફરજ છે તેમજ કોરોનાથી સચેત રહેવા દંપતીએ લોકોને અપીલ પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here