ચકચારી ઘટનામાં પોલીસની રાત દિવસની મહેનત રંગ લાવી, સમગ્ર તપાસ બાદ બપોર પછી પોલીસે એક વ્યક્તિને ડિટેયન કર્યો હોવાનું ખુલ્યું, દલિત આગેવાનોએ રજુઆત પણ કરી સરઘસ કાઢવામાં આવે તેમજ એક્ટ્રોસીટી દાખલ કરવામાં આવે

ચકચારી ઘટનામાં સિહોર પોલીસના પીઆઇ ગોહિલ અને એલસીબી ટીમેં ઘટનાના મૂળ સુધી પોહચવા રાત દિવસ એક કર્યા હતા, હાલ એકની સંડોવણી ખુલ્લી

દેવરાજ બુધેલીયા
સિહોરમાં આંબેડકર ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાનું અપમાન કરી મુખને ડોલ વડે ઢાંકીને દારૂની બોટલ મૂકી દીધી હતી તા:૧૩ ના રોજ બનેલી ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી દલિત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી તા:૧૩ ના રોજ સવારે બાબા સાહેબ પ્રતિમા પર ડોલ વડે મુખને ઢાંકી દઈ દારૂની બોટલ મૂકી હોવાનું સામે આવ્યું હતું બનાવને લઈ પોલીસની સાથે દલિત આગેવાનો પણ સ્થળે દોડી ગયા હતા અને કૃત્ય આંચરનાર શખ્સને તાકીદે ઝડપી પાડવા દલિત સમાજના લોકોની માંગ સાથે બનાવમાં અનેક રજૂઆતો થઈ હતી.

પોલીસે ઘટનાના મૂળ સુધી પોહચવા ૧૫ દિવસ કરતા વધુ સમયથી તપાસનો ધમ-ધમાટ કર્યો હતો બનાવના મૂળ સુધી પોહચવા અનેક ટિમો કામે લાગી હતી કોલ ડિટેયલ સહિત બાબતોમાં ઝીણવટભરી તપાસ આદરી હતી ઘટના બાદ આટલા દિવસો સુધી કેટલાક શકમંદ લોકોની પૂછપરછ પણ કરી હતી પરંતુ મહત્વની કડી મળતી ન હતી ત્યારે આજે સિહોર પોલીસ અને એલસીબીને એક મોટી સફળતા મળી છે બાબા સાહેબની પ્રતિમાનું અપમાન કરનાર ઘટનામાં પોલીસ મૂળ સુધી પોહચી ગઈ છે અને હાલ એક શખ્સની સંડોવણી હોવાનું ખુલ્યું છે.

ત્યારે દલિત સમાજના લોકોએ આજે સાંજના સમયે પોલીસ વિભાગને રજૂઆત પણ કરી છે કે જે શખ્સની સંડોવણી છે તેની સામે એક્ટ્રોસીટી દાખલ કરવામાં આવે તેમજ તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ આગેવાનોએ કરી છે સમગ્ર ચકચારી ઘટના પોલીસ માટે એક પડકાર હતી જોકે પોલીસને તેમાં મોટી સફળતા મળી છે સિહોર પોલીસના કેડી ગોહિલ તેમજ સ્ટાફ અને એલસીબીના અધિકારી સહિત સ્ટાફના કુલદીપસિંહ તેમજ અનિરુદ્ધસિંહે ઘટનાના મૂળ સુધી પોહચવા રાત દિવસ તપાસો આદરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here