સિહોર માં મચ્છર જન્ય પાણીજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશ

બ્રિજેશ ગૌસ્વામી
તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા સરપ્રાઈઝ હાજરી ચેકીંગ અને મચ્છર જન્ય રોગ અટકાયતી માટે પોરાનાશક નું મહત્વ સમજાવવા તા.૧/૮/૨૦૨૦ ના રોજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મીટીંગ રખાયેલ.જેમાં પુરી વિગત અને કામ કરવાની પદ્રતિ વિશે સમજણ અપાઈ તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત દ્રારા લોકસંપર્ક ની પદ્રતિ અને લોક સહયોગ માટે સંવાદિતતા કેળવવા પર ભાર મુકવામાં આવ્યો હતો અને મચ્છર જન્ય રોગચાળો. અટકાવીને મેલેરીયા, ડેગ્યું,ચીકનગુનીયા તેમજ દુષિત પાણીથી થતા ઝાડા,ઉલ્ટી,કોલેરા,ટાઈફોઈડ,કમળો અટકાવવા લોકોને ૨૦ મીનીટ ગરમ પાણી કરીને તે જ પાણી ઉપયોગમાં લેવા સમજણ આપવી તેમજ કોરોના વિશે માર્ગદર્શન તાલુકા હેલ્થ ઓફિસર દ્રારા આપવામાં આવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here