સિહોર સાથે સમગ્ર પંથકમાં આસ્થા શ્રદ્ધા સાથે સાદગીથી ઇદની ઉજવણી, રૂબરૂ મિલન શકય ન હોઇ ફોન ઉપર શુભેચ્છાનો ધોધ વહ્યો, મોબાઇલ સતત વ્યસ્ત રહ્યા, ઇદગાહો બંધ રહી, ઇદની વિશેષ નમાઝ સવારે ઘરમાં જ સંપન્ન કરાઈ, સોશ્યલ ડીસ્ટૅન્સનો આપોઆપ અમલ ઘરમાં જ નમાઝ અદા,

દેવરાજ બુધેલીયા
સિહોર સહીત સમગ્ર પંથકમાં આજે પરંપરાગત ‘ ઇદુલ અદહા ‘ ની ઉજવણી કરવામાં આવી છે . આ ઉજવણી રાબેતા મુજબ ત્રણ દિ ‘ સુધી ચાલશે . પરંતુ હાલમાં કોરૉના વાયરસના લીધે ચાલી રહેલી વૈશ્વિક મહામારી વચ્ચે આ ઇદ’આવતા સરકારની ગાઇડ લાઈન મુજબ સર્વત્ર ઇદની સાદગીભેર ઉજવણી કરવામાં આવી છે . હજુ બે મહિના ૧૦ દીવસ પહેલા જ રમઝાન માસ પુર્ણ થયા બાદ ઉજવાયેલી ઇદુલ ફિત્ર લોકડાઉન વચ્ચે આવી હતી ત્યારે પણ ઇદની સાદાઇથી ઉજવણી કરાયેલ તેમ ઇદુદદોહા પણ આજે મુસ્લીમ સમાજ દ્વારા સાદગીભેર ઉજવવામાં આવી છે .

જો કે આ મહિનો હજ્જનો છે અને જેથી ધનિક પરીવારો પૈકી કોઇને કોઇ આ મહિનામાં નિયમ મુજબ હજ્જ કરવા જતા હોય છે . જેમાં સિહોર સહિત જિલ્લામાંથી પણ સેંકડો મુસ્લીમો તેમાં સામેલ થાય છે .આજના ખાસ દિવસે સવારે મુસ્લીમ સમાજે ઇદની વિશેષ નમાઝ પઢી હતી અને પછી લાખો હાથ દુઆઓ માટે ઉઠી જતા સમગ્ર ભારત દેશ માટે સુખ – શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી છે .મુસ્લીમ બિરાદરોએ વધારાની ઇદ પ્રસંગની નમાઝ ઘરમાં જ પઢી હતી .

આ ઉપરાંત ઘરે ઘરે ઇદની નમાઝ લોકોએ પઢતા સોશ્યલ ડીસ્ટન્સનો આપોઆપ અમલ થઇ ગયો હતો સિહોર શહેરમાં ઇદગાહ બંધ હોય સવારના સમયે મુસ્લીમ બિરાદરો ઘરમાં જ હોવાના કારણે અને ઘરમાં જ વધારાની નમાઝ અદા કરી હતી બીજી તરફ મહામારીના લીધે લોકો અન્યોના ઘરે જવાનું ટાળતા હોય અને સોશ્યલ ડીસ્ટેન્સ રાખવાનું અમલી હોય પ્રત્યક્ષ ઈદની મુબારકબાદની આપલે કરવાના બદલે ફોન ઉપર ઇદની શુભેચ્છાઓનો ધોધ વરસી રહેતા મોબાઇલ ફોન સતત વ્યસ્ત રહ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here