આજથી અનલોક-૩ નો અમલ શરૂ, લોકોના ખર્ચે ને જોખમે અનેક છૂટછાટો, હવે રાત્રે બહાર નીકળવાની આઝાદી પણ કોરોનાથી ચેતજો 

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં જૂલાઈના આરંભે કોરોનાના કેસો ૧૦૦થી ઓછા નોંધાતા તે જૂલાઈ અંતમાં વધીને હાલ ૩૦૦ને પાર થઈ ગયા છે, ખાસ કરીને સિહોરમાં હાલ એવરેજ બે ત્રણ કેસો નોંધાતા રહે છે મહામારી વ્યાપક રીતે પ્રસરી ચૂકી છે અને વધુ જીવલેણ પણ બની છે તે સ્થિતિમાં આજથી અનલોક-૩ અમલ શરૂ મુકાયું છે સરકારે અનલોક-૩માં જિમ ખોલવા, કર્ફ્યુ મુક્તિ  સહિત વધારાની છૂટછાટો આપી છે પરંતુ, આ છૂટછાટોનો ઉપભોગ લોકોએ પોતાના ખર્ચે ને જોખમે કરવાનો રહેશે અર્થાત્ કોરોના આમ નાગરિકથી માંડીને મોટામાથા કોઈને છૂટ આપશે નહીં.

સિંહપુર સિહોરની રાત્રિની રંગત સાડા ચાર માસના બ્રેક બાદ આજથી આંશિક રીતે શરૂ થશે સાથે પોલીસની કામગીરી જે વાહનો કર્ફ્યુ ભંગ બદલ રોકવાની હતી તે હવે વાહનોના ચેકીંગ, ટોળા ભેગા ન થાય તે જોવા માટે થશે. આજ રાત્રીના ૮ સુધી તમામ દુકાનો ખુલ્લી રહેશે. હોટલો-રેસ્ટોરાં પણ રાત્રિના ૧૦ સુધી ખુલ્લા રહેશે. આ સાથે જ લોકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ પણ વધ્યું છે અને આ સમજીને અનેક લોકો છૂટછાટોનો મર્યાદિત ઉપયોગ જ કરતા હોય છે. ખાનગી જિમ તા.૫થી શરૂ કરવા તૈયારીઓ શરૂ કરાઈ છે આવતીકાલથી બહાર નીકળનારા માસ્ક નહીં પહેરે તો રૂ।.૨૦૦ને બદલે રૂ।.૫૦૦નો દંડ કરાશે.  સિહોરમાં પોલીસ અને પાલિકા બન્ને તંત્રોએ આ માટે કડક ઝૂંબેશ શરૂ કરવા નિર્દેશ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here