ભાઇને તિલક કરતી ભાલે અંતરના ઉભરાતા વહાલ , હીરની દોરી બાંધે હાથે અંતર કેરી ઉર્મિ સાથે માત્ર ભાઇની જ નહીં વિશ્વની સુખાકારીની થશે કામના : કોરોનાની અસરના કારણે જનોઇ બદલવા સામુહીક આયોજનો આ વર્ષે બંધ

દેવરાજ બુધેલીયા
સોમવારે શ્રાવણી પૂનમ જે આપણે ત્યાં બળેવ કે રક્ષાબંધન પર્વ તરીકે ઉજવવામાં આવે છે . ભાઇ બહેનના અમર પ્રેમને વ્યકત કરતા આ પર્વના પૂર્વ દિવસોમાં રાખડી બજારમાં અનેરો ધમધમાટ છવાયો છે . સોમવારે વીરાના કાંડે સુતરના તાંતણારૂપ રાખડી બાંધી બહેનો ઓવારણા લેશે . ભાઇના જીવનમાંથી તમામ સંકટો દુર થઇ જાય તેવા આશીષ વરસાવશે . આ વર્ષે કોરોના મહામારીએ માઝા મુકી છે . ત્યારે આ વૈશ્વીક અસરમાંથી સૌ ઉગરી જાય તેવા આશીર્વાદ પણ બહેનડીઓ વરસાવશે . ભાઇ બહેનના હૈયે હેતની હેલી વરસાવતા આ પર્વે લાગણીભીના દ્રશ્યો સર્જાતા હોય છે.

ભાઇના ભાલે કુમકુમ તીલક કરી કાંડે રાખડી બાંધતી બહેન પ્રત્યે ભાઇ પણ પોતાનું કર્તવ્ય નિભાવવા પ્રતિબધ્ધ થતો હોય છે . ભાઇને રાખડી બાંધતા પહેલા બહેન તેના મસ્તક પર તિલક કરે છે જે કેવળ ભાઇના મસ્તકની પૂજા નથી , પણ ભાઇના વિચારો અને બુધ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે . તીલકની સામાન્ય લાગતી આ ક્રિયામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી હોય છે . રક્ષા બંધન પર્વને લઇને રાખડી ઉપરાંત મીઠાઇ બજારમાં પણ થોડી રોનક જોવા મળી રહી છે.

આ પર્વે ભુદેવો પણ પોતાના યજમાનોને કાંડે રાખડી બાંધી આશિવર્ચનો આપતા હોય છે . આ પર્વે જનોઇધારી વર્ગ જનોઇ બદલાવાની વિધી કરતા હોય છે સિહોર શહેરમાં બ્રહ્મસમાજ દ્વારા સમુહમાં જનોઇ બદલવાના આયોજનો થાય છે.પરંતુ આ વર્ષે કોરોનાની અસરના કારણે આવા સામુહિક આયોજનો બંધ રખાયા હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here