બાબા સાહેબની પ્રતિમાને અપમાનિત ઘટનાના ચકચારી બનાવમાં વિશાલ શાહ નામનો ઇસમ પોલીસને હાથ લાગ્યો,

એલસીબીના કુલદીપસિંહ ગોહિલ સિહોર પોલીસના શક્તિસિંહ સરવૈયા અને પોલીસના અધિકારી કેડી ગોહિલે બનાવના મૂળ સુધી રાત દિવસ એક કર્યા

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
સિહોર મેઈન બજાર ખાતે આવેલી બાબા સાહેબની પ્રતિમાનું અપમાન કરનાર આખરે વિશાલ શાહ નામનો ઇસમ પોલીસને હાથે ઝડપાયો છે બનાવમાં પોલીસની અનેક ટિમો કામ કરતી હતી અને જેમાં સિહોર પોલીસના અધિકારી કે ડી ગોહિલ એલસીબીના કુલદીપસિંહ ગોહિલ અને શક્તિસિંહ સરવૈયાની મહેનત રંગ લાવી છે સિહોરમાં આંબેડકર ચોક ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાનું અપમાન કરી મુખને ડોલ વડે ઢાંકીને દારૂની બોટલ મૂકી દીધી હતી તા:૧૩ ના રોજ બનેલી ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી દલિત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને બનાવમાં જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસ ઘટનાના મૂળ સુધી પોહચવા અને કવાયતો શરૂ કરી હતી અલગ અલગ ટિમો બનાવવામાં આવી હતી ત્યારે ગઈકાલે સિહોર પોલીસના શક્તિસિંહ સરવૈયા અને એલસીબી ટીમના કુલદીપસિંહ ગોહિલનો સંયુક્ત બાતમીના આધારે સિહોરના વડલા ચોક પાસેથી વિશાલ શાહ નામના ઇસમની શંકાસ્પદ અટકાયત કરીને આકરી પૂછપરછ કરતા વિશાલે ગુન્હાની કબૂલાત આપી હતી વિશાલ સિહોરના મોટાચોક દોશી ફળિયામાં રહે છે પોલીસે બનાવના મૂળ સુધી પોહચવામાં રાત દિવસ એક કર્યા હતા.

જ્યારે સિહોર પોલીસના શક્તિસિંહ સરવૈયા અને એલસીબી ટીમના કુલદીપસિંહ ગોહિલની ભારે જહેમત રંગ લાવી છે બનાવમાં કોલ ડિટેઇલ આધારે પોલીસ મૂળ સુધી પોહચી શકી છે ત્યારે સિહોર પોલીસના કે.ડી.ગોહિલ એલ.સી.બી ના એન.જી.જાડેજા, અનીરૂધ્ધસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઝાલા, કુલદિપસિંહ ગોહિલ એસ.ઓ.જી. હરેશભાઇ ઉલવા સિહોર પોલીસ સ્ટેશનના રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રધ્યુમનસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, જયતુભાઇ દેસાઇ, પ્રવીણભાઇ મારૂ, અશોકસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા અનીરૂધ્ધસિંહ ડાયમા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here