સમૂહ જનોઈના કાર્યક્રમોને કોરોનાનું ગ્રહણ લાગ્યું, શાસ્ત્રી ઓનલાઈન મંત્રોચ્ચાર કર્યા અને બ્રાહ્મણોએ મોબાઈલ કે લેપટોપ મારફત ઓનલાઈન જનોઈ બદલી

દેવરાજ બુધેલીયા
આજે શ્રાવણ મહિનાની પૂર્ણિમાનાં પાવન દિવસે રક્ષાબંધનની સાથે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો પાવન અવસર હોય છે. શ્રાવણી પર્વ પર સમૂહ જનોઈ બદલવાનાં કાર્યક્રમો થતા હોય છે પણ આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાનું સંક્રમણ ખાળવા માટે સમૂહ જનોઈ અને ભોજનનાં કાર્યક્રમો રદ્દ કર્યા છે. દરમિયાન ટેક્નોલોજીનો ઉપયોગ કરી સિહોરમાં ભૂદેવોવર્ચ્યુઅલ – ઓનલાઈન જનોઈ બદલવાના કાર્યક્રમો ગોઠવ્યા હતા.

સોશ્યલ મીડિયા મારફત ઓનલાઈન જનોઈ બદલવાની લીંક અને ઓડીઓ વિડિઓ મારફત ઘરે બેસીને જનોઈ બદલવા બદલી હતી શાસ્ત્રીજી ઓનલાઈન મંત્રોચ્ચાર કરી અને બ્રાહ્મણો મોબાઈલ કે લેપટોપ મારફત ઓનલાઈન જનોઈ બદલે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સિહોરમાં દર વર્ષે કામનાથ મહાદેવ મંદિરે સમૂહ જનોઈનાં કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તે આ વર્ષે બંધ રાખવામાં આવ્યા છે.

સમૂહ જનોઈ અને ભોજનના કાર્યક્રમો રદ્દ કરાયા છે. સાથે સાથે ભૂદેવો દ્વારા મહાદેવને પ્રાર્થના કરવામાં આવી કે મહામારી માંથી સૌનું રક્ષણ કરજો અને દરેક નું આરોગ્ય સારું રહે તેવા આશીર્વાદ આપજો તેવી પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતીની એક યાદીમાં પ્રમુખ દિપકભાઈ જાની અને તેમની કારોબારી દ્વારા જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here