હાથોને સેનિટાઇઝ કરવા, માસ્ક પહેરવા સહિતના નિયમો સાથે, જીમમાં એક્સરસાઇઝ વખતે માસ્ક ન પહેરી શકાય તો વાઇઝર પહેરવા સલાહ, ડિસ્ટન્સ પણ ફરજિયાત

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે પાંચમી તારીખે સમગ્ર દેશમાં જીમ અને યોગા ઇન્સ્ટિટયૂટ ખુલવા જઇ રહ્યા છે. જેને લઇને સરકારે એક ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગા ઇન્સ્ટિટયૂટ નહીં ખોલવામાં આવે. જ્યારે જે વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર નથી કરવામાં આવ્યો ત્યાં જ ખોલી શકાશે. આ ઉપરાંત સરકારે કેટલાક ચોક્કસ નિયમોનું કડક પાલન કરાવવા પણ દરેક રાજ્યોને કહું છે. જેમ કે સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે.

સાથે જ ૬૫ વર્ષથી વધુ વયના કે જેમને અન્ય બિમારીઓ પણ હોય તેઓ તેમજ ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો વગેરેએ અતી ગીચ વિસ્તારમાં આવેલા જીમનો ઉપયોગ ન કરવો. ૨૫મી માર્ચે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, જે સાથે જ જીમ અને યોગા ઇન્સ્ટિટયૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. તેથી પહેલી વખત આ બન્ને સૃથળોને ખોલવામાં આવ્યા છે. સરકાર દ્વારા અનલોક-3 જાહેર કરવામાં આવ્યું તેના બાગરૂપે આ પગલુ ભરવામાં આવી રહ્યું છે.

યોગા ઇન્સ્ટિટયૂ અને જિમ્નેશિયમ પર થર્મલ સ્ક્રિનિંગ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવે તેવા આદેશ અપાયા છે. જોકે જીમ સંચાલકો માટે સૌથી મોટો પડકાર જીમમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોને સેનિટાઇઝ કરવાનો રહેશે કેમ કે એક જ ઇક્યૂપમેન્ટનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે, એવામાં એક વ્યક્તિ કોઇ ઇક્યૂપમેન્ટનો ઉપયોગ કરી તે તુરંત બાદ તેને સેનિટાઇઝ કરીને અન્ય વ્યક્તિને ઉપયોગમાં કેવી રીતે આપવું તે સહિતની વ્યવસ્થા કરવી પડશે.
આ ઉપરાંત જીમમાં પણ માસ્ક પહેરવુું ફરજિયાત કરાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here