ધ્રૂપકા ગામની સીમમાં ગોરધનભાઈની વાડીની બાજુ ખુલ્લામાં હારજીતની બાજી મંડાઇ હતી, સિહોર અને શામપરાના શખસોને લોકઅપ હવાલે કરાયા, ૧૮૩૦૦ ની રોકડ કબ્જે

હરેશ પવાર
સિહોર અને શામપરા ગામના શખ્સો છેક ધ્રુપકા ગામની સીમમાં જુગાર રમવા ગયા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા છે ધ્રૂપકા ગામની સીમમાં વાડી વિસ્તારની બાજુ ખુલ્લામાં હારજીતના જુગારની બાજી માંડી બેઠેલા સિહોરના સ્વસ્તિક સોસાયટી તેમજ શામપરા ખોડિયારના ૩ શખસને સિહોર પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા હતાં બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ મથકના પી.આઇ કે ડી ગોહિલ સહિતનો સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકિકત મળી હતી.

સિહોરના ધ્રૂપકા ગામે સિમ વિસ્તારમાં ગોરધનભાઈ ગોપાલભાઈની વાડીની બાજુ ખુલ્લામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા સિહોરના ધ્રુપકા ગામની સીમમાં ગોરધનભાઈની વાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા સિહોર સ્વસ્તિક સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સરવૈયા તેમજ ગોપાલભાઈ મેર અને બીજલભાઈ ગલાણી રહે બન્ને શામપરા ખોડિયાર મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોને રંગેહાથ ઝડપી પાડી શખસોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ ૧૮૩૦૦ નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે તમામ વિરૃધ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here