સિહોર વિદ્યામંજરી ખાતે નાતાલ પર્વની ઉજવણી કરાઈ

દેવરાજ બુધેલીયા
સિહોરની સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ આજે મંગળવારનાં રોજ ધોરણ – ૧ થી ૫ માં ક્રિસમસની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ રેડ કલરનાં/ સાન્તાક્લોઝનાં પહેરવેશમાં આવીને સાન્તાક્લોઝ બન્યા હતા. ઇસુ ખ્રિસ્તનાં આ શુભ જન્મદિવસે સાન્તાક્લોઝ બનીને આવેલાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here