ત્રણ દિવસના સમયગાળામાં ચુડેસરા પરિવારના બે સગ્ગાભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું, બંને પુત્રોની વૃદ્ધ માતાનું કાળા કલ્પાંતનું હૈયાફાટ રૂદન

સલીમ બરફવાળા
સિહોરના ચુડેસરા પરિવારના બે સગ્ગાભાઈઓને કોરોના ભરખી જતા બન્ને ભાઈઓના મોત થતા મુસ્લિમ સમાજ સ્તબ્ધ થઈ ગયો છે ત્રણ દિવસ દરમિયાન બન્ને સગ્ગાભાઈને કોરોનાનો કાળ ભરખી જતા બન્નેએ અંતિમ શ્વાસ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે સિહોરના મકાતનાઢાળ વિસ્તારની ભુતા શેરીમાં રહેતા ચુડેસરા પરિવારના હારિસભાઈ, ઉસ્માનભાઈ, અને ઈરફાનભાઈ ત્રણ ભાઈઓનો પરિવાર સંયુક્તમાં રહે છે.

ત્રણ ભાઈ પૈકીના ઇરફાનને થોડા દિવસ પહેલા તબીયત બગડતા જેઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા જેઓએ ત્રણ દિવસ પહેલા હોસ્પિટલ બિછાને અંતિમ શ્વાસ લીધા હતા તે અરસામાં તેઓના મોટાભાઈ ઉસમાનભાઈની તબિયત અચાનક લથડતા જેઓને પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આજે સવારે તેઓએ પણ અંતિમ શ્વાસ લેતા ચુડેસરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ત્રણ દિવસ દરમિયાન બન્ને સગ્ગાભાઈઓને કોરોના ભરખી જતા જીવ ગુમાવ્યો છે પરિવાર પર આભ તૂટી પડ્યો છે બન્ને પુત્રોની વૃદ્ધ માતાનું કાળા કલ્પાંતનું રૂદન સૌને રડાવી ગયું છે બનાવને લઈ પરિવારનો માળો વિખાયો છે પડી ભાગ્યો છે અને મુસ્લિમ સમાજમાં પણ માતમ સાથે ભારે શોક છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here