અટલ ભવન બિલ્ડીંગને લઈ તમામ તૈયારીઓનો આખરી ઓપ, ૧૦મી અને સોમવારે મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ, મહેન્દ્રસિંહ સરવૈયા અને નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની હાજરીમાં અટલ ભવનનું ઉદઘાટન થશે

હરેશ પવાર
સિહોર નગરપાલિકાનું નવનિર્મિત અટલ ભવન કચેરીને સોમવારથી રાબેતા મુજબ કાર્યરત કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તા ૧૦મી અને સોમવારે મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં બિલ્ડીંગને ખુલ્લું મુકાશે હાલ તમામ તૈયારીઓનો આખરી ઓપ દેવાયો છે.

સિહોરની નંદલાલ ભુતા સ્કુલની જગ્યામાં નવું ઉભું થયેલ નગરપાલિકા બિલ્ડીંગનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું હવે બિલ્ડીંગનું કામ પૂર્ણતાના આરે છે અને ઉદઘાટન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિહોરની મેઈન બજારમાં આવેલી નગરપાલિકાની કચેરીને નવા બિલ્ડીંગ ખાતે ઘણા સમયથી કાર્યરત કરવામાં આવી છે પરંતુ હવે બિલ્ડીંગનું કામ પૂર્ણ થયું છે.

બિલ્ડીંગને અટલ ભવન નામ અપાયું છે ત્યારે આવતી ૧૦મી અને સોમવારે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા, મહિલા સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા અને સિહોરના પ્રથમ નાગરિક અને પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતમાં અટલ ભવન બિલ્ડીંગ નગરપાલિકા કચેરીને રાબેતા મુજબ ખુલ્લું મુકાશે.

હાલ તમામ તૈયારીઓનો આખરી ઓપ દેવાયો છે અને ઉદઘાટન પ્રસંગની તૈયારીઓ નગરપાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here