સિહોર શહેર કોંગ્રેસ આખરે મેદાને પડી, નગરપાલિકા કમઁચારીઓ ને કાયમી કરવા આવેદન આપી રજૂઆત કરશે

બ્રિજેશ ગૌસ્વામી
છેલ્લા થોડા દિવસોથી સિહોર નગરપાલિકામાં કર્મીઓને કાયમી કરવા માટે વિવાદ જાગ્યો છે જેમાં ભાજપ સાથે વિપક્ષ કોંગ્રેસ પર આક્ષેપો થયા છે ત્યારે સમગ્ર મામલે નગરપાલિકાનું વિપક્ષ નહિ પણ સિહોર કોંગ્રેસ મેદાને પડી છે અને આવતીકાલે આ બાબતે રજૂઆતો પણ થનારી છે લાગતા વળગતા છ જેટલા કર્મચારીઓ ને કાયમી કરવામાં આવ્યા જયારે તેમના થી જુના અને સિનિયર કર્મચારીઓ પણ ધણા છે પણ કદાચ વગવાળા નહિ હોય અને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ લગભગ ધણા સમય થી સફાઇકમીઁ ને કાયમી કરવાના મુદ્દે લડત ચલાવી રહી છે.

તેનુ નિરાકરણ પણ હજી થયુ નથી અને ઉપર થી આ લાગતા વળગતા ને કાયમી કરાતા આવતીકાલે તા. ૫/૮/૨૦૨૦ ને બુધવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા નગરપાલિકા મા આવેદનપત્ર પાઠવશે અને આ કાયમી કરેલા કમઁચારી નો નિર્ણય રદ્દ કરો અન્યથા અન્ય કમઁચારી ને કાયમી કરી ન્યાય આપો સાથે તમામ સફાઇકમીઁ ને કાયમી કરવાની પોતાની ચાલતી માંગણી અને લડત પણ સમાવેશ કરી રજુઆત કરવામાં આવશે.

તો સિહોર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, અગ્રણીઓ,પદાધીકારીઓ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, માઇનોરીટી ડીપાટઁમેન્ટ સાથે વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાયઁકર મિત્રો એ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ અને નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા ની યાદી મા જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here