પવિત્ર શ્રાવણ માસમાં આરોગાતી કોરોનાના ડરના પગલે નગરજનો ફરાળી વાનગીઓ ખરીદવાનું ટાળી રહ્યા છે, વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો

દેવરાજ બુધેલીયા
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના તેમજ આરાધના કરવાનો મહિમા અનેરો હોય છે. ત્યારે આ શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા પૂજા – અર્ચનાની સાથે સાથે ઉપવાસ કરવાનું પણ મુનાસીફ માનતાં હોય છે. મહાદેવની પુજા અર્ચનાની સાથે સાથે ભક્તો દિવસ દરમ્યાન ફરાળી વાનગીઓનો સ્વાદ પણ માણતાં હોય છે. ત્યારે હાલમાં કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે ત્યારે ફરાળી વાનગીઓ આરોગવાનું પણ નગરજનો ટાળી રહ્યાં છે. આમ તો દર વર્ષે શ્રાવણ માસમાં સાબુદાણાની વિવિધ વાનગીઓને સાથે સાથે વેફરની લહેજત માણતા હોય છે.

પરંતુ ધીમે ધીમે બદલાતાં જતાં સમયની સાથે સાથે શ્રાવણ માસમાં આરોગવામાં આવતાં ફરાળમાં પણ  ચેન્જ આવ્યો છે. દિવસ દરમ્યાન આરોગવામાં આવતી ફરાળી વાનગીઓના મેનુમા પણ જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે તે પ્રકારે ભક્તો સ્વાદ અનુસાર આરોગી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં સવારે બ્રેક ફાસ્ટ માટે ફરાળી ઇડલી તો ફરાળી ચાટ સહીત ફીંગરચીપ્સનો આનંદ પણ લોકો લઇ રહ્યાં છે. આ સમગ્ર માસ દરમ્યાન ફરસાણની અને અન્ય નાસ્તાની લારીઓ ઉપર પણ સમય પ્રમાણે વસ્તુઓમાં પણ બદલાવ થઇ જતો હોય છે.

અગાઉના સમયમાં તો સાબુદાણા તેમજ મોરૈયો સહિત રાજગરા અને સીંગની વિવિધ આઇટમનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હતું. પરંતુ હાલના બદલાયેલા સમય પ્રમાણે અન્ય તહેવારોની માફક શ્રાવણ માસમાં પણ ખાવાના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓમાં ચેન્જ આવ્યો છે. વેફર, બફવડા, તલસીંગના વડા, કોકોનેટ પેટીસ તેમજ લીલો અને સુકો ચેવડો તો બારેમાસ લોકો આરોગતાં હોય છે. પરંતુ આ વર્ષે બજારમાં પણ ફરાળની વિવિધ વેરાઇટીમાં ફેરબદલ જોવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here