સિહોર શહેરમાં શ્રી રામમંદિર શિલાન્યાસ ઘડીના વધામણા

ઠેર – ઠેર મહાઆરતી પ્રાર્થના દિપમાળા , રંગોળી , યજ્ઞો , રાત્રીના દિવડાનો ઝગમગાટ -આતશબાજી સહિતના કાર્યક્રમો, વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ અને ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી

હરેશ પવાર
આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભુમી મંદિરનાં શિલાન્યાસની અવિસ્મરણીય ઘડીઓ સાકાર થઇ છે ત્યારે આ વાતને વધાવવા સિહોરમાં ધાર્મિકોત્સવ જેવો માહૌલ ખડો થયો છે . ઠેર – ઠેર મહાઆરતી પ્રાર્થના દીપમાળા અને યજ્ઞોનાં આયોજન કરવામાં આવ્યા છે મંદિરો પણ શણગારાયા હતા શહેર અને તાલુકાના તમામ સંપ્રદાયના તમામ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇનના પાલન સાથે શિલાન્યાસના સમયે બપોરના ૧૨ વાગ્યે ને ૧૫ મિનીટે એક સાથે ભવ્ય વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી રાત્રીના ઘરે-ઘરે દિવડાઓનો ઝગમગાટ અને આતશબાજી કરવામાં આવી હતી.

અયોધ્યા મા કરોડો હિન્દુઓનું આસ્થા નુ પ્રતીક મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના મંદિર નુ શિલાન્યાસ આપણા ભારત દેશ ના નિર્ણાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા થઈ રહ્યું હોય એ પ્રસંગે આ ઐતિહાસિક દિવસ ને યાદગાર બનાવવા માટે સિહોર શહેર ભાજપ દ્વારા શ્રી વડલાવાલી ખોડીયારમાં ને આરતી તેમજ મીઠાઈ વહેંચી મ્હોં મીઠા કરી ઉજવણી કરવામા આવી.

આ કાર્યક્રમ મા સિહોર શહેર ભાજપ ના દરેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સિહોર વિશ્વહિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા વડલાચોક ખાતે રામકુટિર બનાવી મર્યાદા પુરુષોત્તમ ભગવાનશ્રી રામ નું પૂજન કરવામાં આવ્યું હતું અને આજના એતિહાસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here