ભાજપ દલિત અને ગરીબ વિરોધી સરકાર : જયદીપસિંહની તડાપીડ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકામાં ૬ કર્મીઓને કાયમી કરવાના વિવાદમાં દલિત અગ્રણીઓ સાથે હવે કોંગ્રેસ પણ મેદાને પડ્યું છે કર્મીઓને કાયમી કરવામાં થયેલા ઠરાવને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપી રજુઆત કરી છે સિહોર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ અને વિપક્ષના કિરણભાઈ ઘેલડાની આગેવાનીમાં આજે સવારે સિહોર નગરપાલિકા ખાતે કોંગી અગ્રણીઓ એકઠા થઇ નગરપાલિકા પ્રમુખને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે માત્ર ૬ કર્મીઓને જે કાયમી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

તે તાકીદે રદ કરવામાં આવે અને જે જુના કર્મીઓ અને સફાઈ કર્મીઓ છે તેઓને કાયમી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ અંગે જયદીપસિંહ ગોહિલે મીડિયાના કેમેરાની આખે જણાવ્યું હતું કે ભાજપ દલિત અને ગરીબ વિરોધી સરકાર છે જે સફાઈ કર્મીઓ રાત દિવસ જોતા નથી પોતાના પરિવારની ચિંતા કરતા નથી તેવા કોરોના વોરિયર્સ કર્મીઓને કાયમી કરવાની માંગ અને માત્ર ૬ કર્મીઓનો થયેલો ઠરાવ તાકીદે રદ કરવાની માંગ કરી છે ત્યારે કર્મચારીઓને કાયમી માંગ સાથે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે તે નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here