સિહોર ખાતે રામલલ્લાના પાવન જન્મસ્થાનના સ્થાપના દિનની વેપારી દ્વારા ઉજવણી

હરેશ પવાર
આજનો દિવસ એટલે મંગલ દિન ગણાશે કારણ કે અયોધ્યામાં કરોડો હિન્દૂઓના આસ્થા ની પ્રતીક મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના મંદિર નું શીલાન્યાસ જે વિશ્વમાં જેના નામનો ડંકો વાગે છૅ એવા આપના ભારત દેશના યુગ પુરૂષ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થવાનું હોય તો આ ઐતિહાસિક દિવસ ને યાદગાર બનાવવા માટે સિહોર ના સામાજિક કાર્યકર ઉદ્યોગપતિ તેમજ સિહોર શ્રી મારુ કંસારા સમાજ ના પ્રમુખ શ્રી નલિનભાઈ પવાર તેમજ તેમના પુત્ર માલવભાઈ પવાર દ્વારા આજે વહેલી સવારે ગરીબોને ફ્રૂટ વિતરણ કપડાં વિતરણ.

ગૌમાતા ને ઘાસ વિતરણ તેમજ તેમની ફેકટરી આનંદ મેટલ ખાતે સવાર થી સામાજિક કાર્યક્રમ તેમજ અને દિવાળી ના માહોલ હોય તેમ રામભક્ત એવા નલિનભાઈ પવાર દ્વારા અનેક ખુશીઓ વહેલી સવારથી ઉજવી રહ્યા છે.તેનો સામાન્ય દાખલો છે તો દેશમાં આવો આનંદ સવાર થી રાતના ૧૨ વાગ્યા સુધી ભવ્યતા થી ભવ્ય કાર્યકમ સિહોર થઈ રહ્યા છે..ત્યારે શ્રી રામ ના અનન્ય ભક્ત હનુમાનજી મહારાજ ની જેમ આ નલિનભાઈ પવાર ઉજવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here