ઘણા સમયથી ચાલતા વિવાદને લઈ દિવસોના દિવસો પછી પ્રમુખે પોતાનું મૌન તોડી મીડિયા સામે આવ્યા, કર્મીઓના વિવાદને લઈ મહિલા પ્રમુખની સૌથી મોટી સ્પષ્ટતા સામે આવી, કહ્યું લેવાયેલા ૬ કર્મીઓ હાઇકોર્ટેમાં કેસ જીતીને આવ્યા છે અમારો ક્યાંય સ્વાર્થ નથી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાના ૬ કર્મીઓને કાયમી કરવાના વિવાદમાં વંટોળનું વાવાઝોડું ઉભું થયું છે યોગ્ય ઉકેલ નહિ આવે તો એક તરફ દલિત સમાજના આગેવાનોની આંદોલન ચીમકી બીજી બાજુ સફાઈ કર્મીઓ પણ લડી લેવાના મૂડમાં છે સમગ્ર મામલે વિપક્ષ પર પણ આરોપો થયા હતા ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પણ રજુઆત કરીને ૬ કર્મીઓનો થયેલો ઠરાવ રદ કરવાની માંગ કરતા નગરપાલિકા સત્તામાં બેઠેલા લોકો ભારે ભીંસમાં મુકાતા નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી આ મામલે ઘણા દિવસ પછી આજે પોતાનું મૌન તોડી મીડિયા સામે આવી સૌથી મોટો ખુલાસો કર્યો છે.

મીડિયા સામે આવી સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે ૬ કર્મીઓનો ઠરાવ થયો છે તે હાઇકોર્ટે માંથી ચુકાદો લઈને આવ્યા છે અમેં નામદાર હાઇકોર્ટેના ચુકાદાને માંન આપી આ ઠરાવ કરવાનો નિર્ણય લીધો છે આ મામલે નગરપાલિકાના કેટલાક કર્મીઓને અન્યાય થયો હોય તેવું લાગ્યું છે એ બાબત અમને પણ લાગી છે કે કેટલાક કર્મીઓને અન્યાય થયો છે જુના ૧૪૫ કર્મીઓને કાયમી કરવાની અમે સરકારમાં દરખાસ્ત કરી છે અમે દરેકને ન્યાય આપીશું તેની ખાતરી આપું છું તેમજ ૬ કર્મીઓને લેવાના મામલે અમારો કોઈ સ્વાર્થ નથી તેવું જણાવી પ્રમુખ દીપ્તિબેને સૌથી મોટો ખુલાસો મીડિયા સામે કરી દીધો છે ત્યારે હવે સમગ્ર મામલો ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here