સિહોરના ભગવતી નગર પાસે નર્મદાની પાણીની લાઈન તૂટી, બેશુમાર પાણી વેડફાયુ
હરિશ પવાર
સિહોરના ભગવતી નગર વિસ્તારમાં સાંજના ૭ વાગ્યા આજુબાજુ પાણીની લાઈન લીકેજ થતા બેશુમાર પાણીનો વેડફાટ થયો છે અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે કે રાજકોટ રોડ ભગવતી નગર વિસ્તારના નાકા પર આવેલ નર્મદા લાઈન લીકેજ થઈ છે જેના કારણે મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો છે પાણી લાઈન તૂટી જતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે હાલ આ લખાઈ છે ત્યારે રાત્રીના ૭. ૪૦ કલાકે મળતા અહેવાલો મુજબ હાલ પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર પોહચ્યા છે અને સત્વરે પાણીનો થતો વેડફાટ બંધ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે