સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં આનંદ હરખની હેલી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારો પર રાજાધિરાજ મેઘરાજાએ છેલ્લા ત્રણેક દિવસથી મહેર વરસાવવાનું શરુ રાખતા લોકોમાં ખાસ કરીને જગતના તાત ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી રહી છે.શ્રાવણ માસના પ્રારંભની વરસાદી માહોલ વચ્ચે ગોહિલવાડમાં શ્રાવણ માસના સરવડા યથાવત વરસ્યા હતા.અને હળવાથી ભારે ઝાપટા પડયા હતા. જેના કારણે ગોહિલવાડના જળાશયો,નદી નાળાઓ અને તળાવડાઓમાં નવા નીરની આવક વધી રહી છે. સિહોર શહેર અને તાલુકામાં ત્રણ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે.

આજે અંદાજે ૧ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા ચોતરફ પાણી પાણી થઈ જવા પામેલ સતત ત્રણ દિવસ વરસાદી માહોલ વચ્ચે ખેડૂત વર્ગ પણ ખુશખુશાલ થઈ ગયેલ છે. સિહોર શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં સતત ગોરંભાતા વાદળો અને ભારે વરસાદની દહેશત સમાન વાતાવરણ વચ્ચે વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ અઠવાડીયામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાના કારણે ખેતી માટે સરસ વરસાદ નોંધાવા પામેલ છે. પરંતુ હજુ સુધી નદી નાળા છલકાવે તેવા વરસાદના આગમનનો લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here