અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે શિલાન્યાસ થતા રામભક્તો ઝૂમી ઉઠયા, મંદિરોમાં વિશેષ પૂજા-પાઠ કરાયા, ઐૈતિહાસિક દિવસના સાક્ષી બન્યાના ગૌરવ સાથે લોકોએ ધન્યતા અનુભવી

સંદીપ રાઠોડ
અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે ભવ્ય અને દિવ્ય રામ મંદિરના નિર્માણ માટે તા.૫ ઓગષ્ટને બુધવારે ભુમિ પુજન અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.  જેને લઇને સિહોર સહિત ગુજરાતભરમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. રામધૂન યોજી, મંદિરોમાં મહાઆરતી કરી, ફટાકડા ફોડી, પેંડા સહિતની મીઠાઇઓ અને પ્રસાદી વહેંચીને તેમજ રાત્રે ઘરેઘરે દીવા પ્રગટાવીને લોકોએ તેમની ભગવાન રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી હતી.

અને દિવસભર લોકોએ મનમૂકીને માણી અને જીવી હતી સિહોર શહેરમાં વિવિધ મંદિરોમાં  વિશેષ પૂજા-આરતી  અને હવન કરવામાં આવ્યા હતા. અનેક મંદિર પરિસરોમાં દીપ પ્રગટાવીને મંદિરને રોશનીથી ઝગમગતું કરી દેવાયું હતું. પુજા, હનુમાન ચાલીસાના પાઠ, રામ રક્ષા સ્ત્રોત, દિપમાળા તેમજ શ્રી રામ સ્તૃતિ પ્રાથર્ના રામદરબાર જેવા ધાર્મિક અનેકવિધ કાર્યક્રમો યોજ્યા હતા.

વર્ષોના અવિરત  સંઘર્ષ, અનેક બલિદાન બાદ આખરે રામમંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થતા અને તેના શિલાન્યાસના સાક્ષી બન્યાનું ગૈરવ લઇ લોકોએ પોતેે ધન્ય થયાની લાગણી અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here